પ્રોફેસર નિશાંતની નજરની પીંછી પ્રો. પ્રિયંકાના લૂંબઝૂંબ યૌવનની ભરચક ડાળીઓ ઉપર ફરી રહી હતી એ યુનિવર્સિટીના ભાષાભવનના પટ્ટાવાળા મગનથી છાની રહી ન હતી. મગન ભલે ‘વન’માં પ્રવેશી ચુક્યો હતો પણ વન વગડામાં ફરતા શક્કરબાજની અવળી સવળી ગૂલાંટથી પરિચિત હતો. એ પ્રો. નિશાંતની નજરના દોરેદોરે ચાલ્યો ત્યારે જ ખબર પડી ગઇ હતી કે આ દોરાનો છેડો છેક, સામે બેસીને એમ.એ.ના પેપર જાવા ગુજરાત યુનિવર્સિટીમાંથી આવેલી પ્રો. પ્રિયંકા પટેલના મદમસ્ત શરીર સુધી જતો હતો અને પ્રિયંકા હતી પણ એવી જ ને ?
છત્રીસ ચોવીસ છત્રીસના વાઇટલ સ્ટેટેસ્ટિકલ સરવાળાથી સંપન્ન શરીર, દાડમની કળી જેવા દાંત,ગીરની કેસર કેરી જેવો જાબનનો ઊભાર! દક્ષિણ ગુજરાતમાંથી આવેલા પ્રો. નિશાંતમાં તાપીના પાણી જાણે છલકાઇ પડયા હતા. કોણ જાણે કેમ ? પણ ‘સ્ત્રી’ તેની નબળાઈ હતી. એ તેની પત્ની નિલાંબરીને પણ ખબર હતી. એટલે જ જ્યારે કોલેજની પરીક્ષાઓ પુરી થતી અને નિશાંતને જુદી જુદી યુનિવર્સિટીઓમાં પેપર જાવા જવાનું થતું ત્યારે નિલાંબરી ચિંતિત થઈ ઉઠતી. એ પ્રો. નિશાંત સાથે નોકરી કરતી સ્ત્રી અધ્યાપિકાઓ સાથે સંપર્કમાં રહેતી અને અહીં બેઠા બેઠા નિશાંતની રોજનીશીનો હિસાબ રાખતી જાકે નિશાંતને નિલાંબરીની હરકતની ખબર પડી ગઇ હતી એટલે તે સાવચેત રહેતો હતો. એ જે કાંઇ પ્લાન બનાવતો એ પ્લાન આઉટડોર રહેતા. એની જરા સરખી ગંધ પોતાની સાથે આવેલા સ્ત્રી અધ્યાપિકાઓને આવી ન જાય તેની પૂરતી તકેદારી રાખતો પણ આ ફેરે પ્રો. પ્રિયંકાએ તેને રીતસર પછાડી દીધો હતો. તેના નેત્ર કટાક્ષ અને લટક મટકાએ નિશાંત પહેલા જ ગૂગલીમાં કિલન બોલ્ડ થઇ ગયો હતો.
સાંજે કામકાજ પૂરૂ કર્યા પછી સૌ છુટ્ટા પડયા. આમ તો યુનિવર્સિટીના જ ગેસ્ટ હાઉસમાં બધાને ઉતારો આપવામાં આવ્યો હતો એટલે પ્રિયંકાને એકાંતમાં રૂબરૂ મળવા જવુ જાખમી હતું. પણ શું કરવું ? તેના વિચારોમાં હતો કે, મગન આવીને તેની પાસે અટકયો. પ્રો. નિશાંત મગન સામે તાકી રહ્યો. મગને સ્મિત કરીને પૂછયું: “કાંઇ ઘટતુ કારવતું હોય તો કહેજા હો સાહેબ… તમે તો અમારા મહેમાન છો. જે પણ કામ હોય એ કહેવું. સંકોચ નહીં રાખવાનો. મારે અહીં ત્રીસ વરસ થયા આ ત્રીસ વરસમાં ઘણું ઘણું જાણવા મળ્યું. તમારી યુનિવર્સિટીમાંથી કેટલાય પ્રોફેસર સાહેબો આવ્યા, એ બધાનાં અંગતમાં અંગત કામ પણ કરી દીધા બોલો, એવું હોય તો બી ફ્રેન્કલી, કહેવું.”
નિશાંત મગન સામે તાકી રહ્યો. એ વિચારવા લાગ્યો કે, આને મારે શું કહેવું ? એમ કહેવું કે પેલી પ્રિયંકા મને ખૂબ ગમે છે તેની સાથે મારૂં સેટિંગ કરાવી દેને !’ આટલું વિચાર્યા પછી તે પોતાની જ મૂર્ખામી ઉપર હસી પડયો: મગન તો ઉમરલાયક છે. એ તો કામકાજનું કહે, પણ આવું કામ ચિંધુ તો આખી યુનિવર્સિટીમાં હોહા થઇ જાઉ અને મોટો ડખ્ખો થઇ જાય’ એમ વિચારી તે મૌન જ રહ્યો પણ મગને તેને કહ્યું કે સાહેબ, બે મિનિટ ઊભા રહેજા, હું દરવાજા બંધ કરીને આવુ જ છું !!”
બે મિનિટ પછી એ આવ્યો ત્યારે નિશાંત હજી અવઢવમાં જ હતો. મગને આસપાસ જાયું, નિશાંતની આંખોમાં તાકી રહ્યો પછી સાવ હળવે’કથી કહે: “સાહેબ, મને ખબર છે કે તમને પ્રિયંકા મેડમ ખૂબ ગમી ગયા છે પણ એ ચાલાક લોમડી છે એ હાથમાં નહીં આવે પણ તમારી શરીરની ભાષા હું સમજુ છું. આજકાલ કરતા પંદર પંદર દિવસ વીતી ગયા એય જાણુ છું વળી જુવાન આદમી છો અને જુવાન આદમીને ખોરાક જાઇએ એ પણ જાણું છું. પણ સાહેબ, પ્રિયંકા મેડમને ય આંટી મારે એવો માલ તમને લાવી દઉ તો તમારે શું આપવું ? સાહેબ, મગન બધું જ ભણીગણીને બેઠો છે. તમને આજે ઊંચાનીચા થતા જાઇને જ સમજી ગયો હતો પણ સાહેબ, મગન ઉપર વિશ્વાસ રાખો, એકવાર મારો માલ ચાખો પછી કહેશો કે આ સ્વાદ તો દાઢમાં રહી ગયો મગન !”
નિશાંત તો મગનને તાકી જ રહ્યો. સાલો, આતો જાદુગર લાગે છે મનની વાત કળી જનારો અન્તર્યામી છે. મગને હસીને કહ્યું ‘બોલો સાહેબ, ફાઇનલ કરવું છે ? હા, જા રહી ગયા તો તમને અફસોસ રહેશે.” “બજારૂ માલ મારી પસંદગી નથી.” નિશાંતે વાતને રદિયો આપ્યો કે મગને કહ્યું ઃ “સાહેબ, સ્પેશિયલ આઇટમ છે. જ્યાં, ત્યાં ઓખર કરતું ઢોર નથી. ભાવતાલ ઊંચા છે પણ બહુ જ સ્પેશિયલ ઠેકાણે જ જાય છે સાહેબ, એકવાર હા પાડો પછી કહેજા.”
“નામ ઠામ ઠેકાણું ?”
“સાહેબ, મારૂં કવાર્ટર ખાલી છે. બધી જ વ્યવસ્થા છે. હું જ લઇ આવીશ મારી પાસે ફોરવ્હીલ છે. હું એકલો જ રહુ છું. બૈરી છોકરાવ ગામડે રહે છે. કોઇનેય ગંધ નહીં આવે.”
‘ઓ કે ડન.” નિશાંતે અંગૂઠો બતાવ્યો.
તે દિવસની સાંજે તે મગનના કવાર્ટર ઉપર ગયો ત્યારે છક થઇ ગયો. મગનનું ઘર નહોતું પણ વૈભવશાળી બંગલો હતો. મગને સોફ્ટડ્રિંકસ પાયું. થોડીકવાર બેઠા પછી તે ફોરવ્હીલ લઇને નીકળ્યો કહયું કે તેને લાવતા ને આવતા દસ વાગી જશે. દસ વાગ્યા પછીની રાત તમારી !!”
એના ગયા પછી નિશાંત વિચારે ચડયો. પોતાની જિંદગી, યુવાની તરૂણાવસ્થા યાદ આવ્યા, પિતાજી ગ્રામસેવક હતા ગામડામાં રહેતા. એ આડોશ પાડોશમાં બેસવા જતો. એકવાર બારમા ધોરણમાં તે ભણતો હતો ને બાજુના ઘેર ગયો ત્યારે ઘરમાં નિવ્યા ભાભી સિવાય કોઇ નહોતું અને જાબનવંતા નિવ્યાભાભી બાથરૂમ ખુલ્લુ મૂકીને બેખબરપણે નહાઇ રહ્યા હતાં. એ જતા જઇ ચડયો અને તેની અને નિવ્યાભાભીની નજર ચાર થઇ. પછી તો શું ? પતિ સુખથીતડપતા નિવ્યાભાભીની મનોસ્થિતિની નિશાંતને કયાં ખબર હતી ? નિવ્યાભાભીએ જ તો તેને પુરૂષ બનાવ્યો. પછી તો વાઘ જાણે માનવભક્ષી બની ગયો… વાત ફેલાતા વાર શી ? ગામડું ગામ ત્રીજે ઘરે રહેતી કંચુભાભીનેય ખબર પડી નિશાંતનું મન ત્યાં પણ લપસી ગયું. એવામાં ધરતીકંપ આવ્યો, શેલ્ટર હોમમાં સૌને એક જ છત નીચે સાથે રહેવાનું બન્યું. એમાં ગામમાં નવા નવા આવેલા આયુર્વેદિક ડોકટરની છોકરી રૂપ રૂપની અંબાર અપ્સરા જેવી અનિતા સાથે દિલના તાર બંધાઇ ગયા. અનિતા પણ નિશાંતને ચાહવા લાગી. પણ એક દિવસ નિશાંતે અનિતા પાસે એવી માંગણી મૂકી કે અનિતાએ ના પાડતા કહ્યું ઃ “એ બધું લગ્ન પછી કદાચ તું કહેતો હોય તો આપણે ભાગી જઇએ પણ લગ્ન પહેલા શરીર નહીં. મારા તનને પામતા પહેલા મારા મનને પામવું પડે. મારા સેંથામાં સિંદુર પૂરવું પડે પછી હું તૈયાર જ છું ! ” નિશાંતમાં એટલી બધી તો હિંમત કયાં હતી ? અંતે ધરતીકંપના છેલ્લા આંચકા પૂરા થયા અને તે બન્ને વચ્ચેનો પ્રેમનો તાજમહેલ તૂટી ગયો પછી તો નિશાંતના પપ્પાએ ગામડું છોડયું. શહેરમાં આવ્યા. ભણ્યો ગણ્યો પ્રોફેસર થયો અને હવે ચાલીસી વટુવટુ હતી પણ શરીરનાં ધખારા ઓછા થયા ન હતા. વાત સાંભળી હતી કે અનિતાએ મીઠી ફરિયાદ તેની બહેનપણીને કરી હતી અને બહેનપણીએ એકવાર તેને મળી ત્યારે તેની યાદ આપી હતી. પણ અફસોસ તો જરૂર રહ્યો હતો. કેમ કે અનિતા પૂનમનો ચાંદ હતી અને એ ચાંદનીમાં નહાવા એક સમયે નિશાંત બેકાબૂ અને બેતાબ હતો પણ….અચાનક વિચારધારા અટકી. મગનની ફોરવ્હીલ આંગણામાં આવીને ઊભી રહી ગઇ હતી. મગને આવતલ સ્ત્રીને અંદર જવાનો ઇશારો કર્યો અને પોતે બહાર જ ઊભો રહી ગયો. અંદર બેઠેલો નિશાંત કૂતૂહલથી બહાર આવ્યો કે સામે આવતી સ્ત્રીને જાઇને તેને આંખો ફાટી ગઇ. “આ મેડમ…” હજી નીચે નજર કરીને ચાલી આવતી સ્ત્રીની પાછળ પાછળ આવતા મગને સ્હેજ આગળ ડગલું ઉપાડીને નિશાંતે લગોલગ થઇ જતા કહ્યું અને સ્ત્રીને ઉદેશીને કહ્યું: ‘મેડમ આ છે નિશાંત સર… હવે તમે લોકો એન્જાય કરો. હું બાજુના ખાલી કવાટરમાં જતો રહુ છું.”
એમ કહીને ઝડપથી જતો રહ્યો. પણ જેવી એ બન્નેની ચાર નજર ભેગી થઇ કે નિશાંત બોલી ઉઠ્યો ઃ “અનિતા, તું ?”
અનિતા પણ બોલી ઉઠી: “નિશાંત તું ? તમે ?”
“તું આ રોલમાં ?” નિશાંતનું મન જાણે ખાટું થઇ ગયું.
જવાબમાં અનિતા પણ કરૂણા ભર્યું હસી: “તું ય પણ એજ રોલમાં છોને ? નહિંતર તો લગ્ન તો તારાય થઇ જ ગયા છે ને ?”
“ઓહ નો… અનિતા… વોટ અ લાઇફ વોટ અ ટ્રેજડી વોટ અ જાક” બન્ને અંદર જઇને આમને સામને બેઠા. નિશાંતે તેની લાઇફનું ડીસ્ક્રીટેશન આપ્યું. અનિતાએ તેની લાઇફનું બયાન કરતા કહ્યું “સાથે ભણતા મોહિત સાથે લવ થઇ ગયો તારા પછીનો એ મારો બીજા ક્રશ. ઘરેથી તો તારા નામનું નાહી નાખ્યું હતું. જિંદગી સરસ હતી પણ…એક કાર એક્સિડન્ટમાં મોહિતને માથામાં મુઢમાર લાગ્યો અને તેની સાથે મારી જિંદગી પણ કોમામાં જાણે ચાલી ગઇ. નોકરીઓ તો બે ચાર જગ્યાએ કરી અને બદલાવી પણ પુરૂષની નજર તો ? આમ પણ મોહિતનું ધ્યાન તો ઘરે બેઠા રાખવું જ પડે એમ હતું પછી થયું કે શું કરૂં? અંતે આ બિઝનેસ..”
નિશાંતે માથુ પકડી લીધું. અનિતા પડખે આવી અને નિશાંતને સાહી લેતા બોલી: “યાર, એવું દુઃખ ન લગાડ બહું ઊંચી રકમ આપીને તે મને બોલાવી છે અને તું મારો કસ્ટમર છો મારી તો લાઇફ જેવી હોય એવી પણ તને બધી રીતે રાજી કરવાની અને સૂકૂન આપવાની મારી ફરજ છે. તે મને પહેલીવાર પૂછેલું ત્યારે ના પાડી હતી આજે ચિંતા નહીં કરતો બીજી વાર ના નહી પાડું.” જવાબમાં નિશાંતની આંખમાં ઝળઝળિયા આવી ગયા. તેણે અનિતાનું માથું ચુમી કહ્યું ઃ પ્લીઝ તારો એકાઉન્ટ નંબર આપ અને દર મહિને કેટલા રૂપિયાની જરૂર છે એ કહેતી જા મારા તરફથી રકમ નહીં પણ એક સાચા પ્રેમની લાગણી દર મહિને તારા ખાતામાં ટ્રાન્સફર થતી રહેશે !!”