થોડીવાર પહેલાનું આકાશ તદ્દન સ્વચ્છ હતુ. પરંતુ કુદરત અકળ છે. એ ન્યાયે જાતજાતામાં કાળાં ડિબાંગ વાદળોનો આકાશમાં ઘેરાવો શરૂ થવા લાગ્યો, પછી ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો. અને થોડીવારમાં તો મન મૂકીને ધોધમાર રીતે વરસવા લાગ્યો.
આકાશ હજી સ્કૂલેથી આવ્યો ન હતો. ઘરમાં વૈશાખી એકલી જ હતી. તેને નાનપણથી જ આવું વાતાવરણ ખૂબ ગમતું. વરસાદ આવ્યાં પહેલાં તે અગાઉથી જ ખુલ્લી અગાસીમાં પહોંચી ગઇ હતી. થોડી ઠંડી હવા અવે તો આ ગરમીથી છુટકારો મળે, ને વરસાદ આવે તો ભિંજાવાથી વળી બીક શું ? એટલે તો એ વરસાદમાં ભીંજાતી રહી, આનંદ કરતી રહી હા, તેના રૂપાળાં અંગનો રંગ વરસાદી ફોરમથી વધુ ખીલી ઉઠ્યો હતો.
અચાનક વૈશાખી તેના ભૂતકાળમાં સરી પડી. નાની હતી ત્યારે મમ્મી કહેતી ઃ ‘ વરસાદમાં બહુ પલળવું સારૂં નહીં. શરદી થઇ જાય. ઉધરસ આવે ને પછી તાવ આવે તો…..?’
‘પણ મમ્મી, મને કંઇ નહીં થાય, ભીંજાવા દે ને…’ વૈશાખીની કાલીઘેલી ભાષા સાંભળી મમ્મી કંઇ બોલતી નહીં. એટલે પછી તે ઝરમર પડતાં વરસાદમાં ભિંજાયે રાખતી.
પરંતુ આ ભૂતકાળને તો વર્ષો વીતી ગયાં હતાં. ત્યારે તો એને નાની બાળકી હતી. અને અત્યારે પોતે એક યુવાન સ્ત્રી છે. વળી પાછી પરણેલી પણ ખરી. વૈશાખી આમ વિચારતી હતી ત્યાં તો ફરી ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો. આવા વરસતા વરસાદમાં ઘેલી થઇને વૈશાખી ક્યાંય સુધી ભીંજાતી રહી. ત્યાં તો વળી પાછી તે ફરીથી તેના ભૂતકાળમાં સરી પડી ઃ
એક દિવસ વૈશાખી નાચતી – કૂદતી કોલેજથી આવીને હસતી હસતી ઘરમાં દાખલ થઇ. બેઠકખંડમાં પગ મૂકતાં જ તેણે જાયું તો તેને તેના ઘરનું વાતાવરણ જરા ગંભીર દેખાયું. મમ્મી – પપ્પાનાં મોં ચડેલાં દેખાયાં આ પરિÂસ્થતિ જાઇ વૈશાખી કંઇક બોલવા ઇચ્છતી હતી પણ…, તે એમ જ ચૂપ રહી.
પછી તે સીધી જ તેના રૂમમાં પહોંચી. હાથમાં પકડેલા પુસ્તકોને તેણે ટેબલ પર મૂક્યાં. પછી હાથ – મોં ધોવા તે બાથરૂમમાં ગઇ ત્યારે, તેનાથી ચાર વર્ષ નાનો ભાઇ ધવલ પણ એક ખુરશીમાં બેઠેલો જાયો. અને તેનું મોઢું પણ ચડેલું હતું. આજે જ અચાનક આવું બધું જાેતાં વૈશાખીએ ખૂબ ખૂબ વિચાર્યુ પરંતુ આખરે તે નિરાશ થઇ હતી.
હાથ – પગ ધોઇ પછી રૂમાલ વડે લૂંછતાં ફરી તે તેના રૂમમાં આવી. આજનું વાતાવરણ ગમગીન અને ખૂબ જ ઉગ્ર હતું. પણ શા માટે ? એ જાણી ન શકવાથી વૈશાખી એમ જ ટેબલ પાસે પડેલી ખુરશીમાં બેસી ખૂબ ખૂબ વિચારવા લાગી.
ત્યાં તો,
અચાનક વૈશાખીની નજર તેના ટેબલના ખુલ્લા ખાના પર પડતાં જ તે ધ્રૂજી ઊઠી. એ ખાનું તેનું અંગત ખાનું હતું. હંમેશા આ ખાનાને તે લોક મારતી અને ચાવી પોતાનાં પર્સમાં સાચવીને રાખતી. તો અત્યારે આ ખાનું ખુલ્લું કેમ ?! આવી ભુલ કેમ થઇ ? એ સાથે તો એ ઝબકી ઊઠી. તેનું હૃદય ફફડાટ કરવા લાગ્યું કેટલાંય વિચારો તેના મગજમાં ઉભરી આવ્યા. એટલે તો તે ઝડપથી ખુરશીમાંથી ઊભી થઇ.
વૈશાખીએ ઝડપથી અધખુલ્લું ખાનું પૂરેપુરૂં ખોલી નાખ્યું ખોલીને અંદર જાયું તો, પર્સનલ ડાયરી ઉપર રાખેલો, ગડી કરીને રાખેલો કિંમતી પત્ર ગાયબ હતો. એટલે તરત જ તેને ચમકારો થયો કે, ઘરની પરિÂસ્થતિ, ઘરનું વાતાવરણ આવું કેમ છે ? હવે તે સમજી ગઇ હતી. પરંતુ હવે શું કરવું ? – ઘણું ઘણું તે વિચારવા લાગી.
‘શું શોધે છે વૈશાખી ?’ ઓચિંતા પપ્પાનો પહાડી અને થોડો ઘોઘરો અવાજ સંભળાતાં ઝડપથી ટેબલનું ખાનું બંધ કરતાં, થોડું ડરી જઇ અને આવનારી પરિÂસ્થતિનો સામનો કેમ કરવો તેવા વિચાર સાથે વૈશાખીએ ગભરાતાં ધીમેથી કહ્યું ઃ ‘ કંઇ નહીં, પપ્પા હું તો, ના… એમ જ બસ…’ આમ ગચવા ગળવા લાગી.
થોડે દૂરથી પપ્પાનો કાળઝાળ ચહેરો જાઇ વૈશાખી થોડી ગભરાયેલી ખરી. પણ શું
કહે ?! ત્યાં તો નાનો ભાઇ ધવલ પણ હાજર થયો ને વચ્ચે જ બોલ્યો ઃ ‘પપ્પા…પપ્પા બહેન તો તેની ઇમ્પોર્ટેડ પેન શોધતી હશે.’ ધવલના મોઢામાંથી આવા શબ્દો નીકળતાં સાંભળી વૈશાખી તો સમસમી ગઇ. હવેનું વાતાવરણ આખુંએ વૈશાખી સામે જાણે કે લડવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યાંજ મમ્મીએ હવે વૈશાખીના રૂમમાં પ્રવેશતાં વેત જ કહ્યું ઃ ‘શું છે..આ બધું વૈશાખી ? હમણાં હમણાં તું આટલી બધી બદલાઇ કેમ ગઇ ? તને તારા બાપની આબરૂ જરાપણ વહાલી નથી ? શું ધાર્યું છે તે ? આ બધું…’ મમ્મી રોષમાં આગળ બોલતાં અટકી. પછી ધવલ સામે હાથ લંબાવી ફરી બોલવા લાગી ઃ
‘આ તારા એકના એક નાનાભાઇની પણ તને શરમ ન આવી ? આવું બધુ આવા છાનગપતિયા કરવા તને કોલેજ ભણાવી ? આટલાં મોંઘા ટ્યૂશન, આવડી મોટી ફીની રકમ…. આવું બધું કરવા અમે તને ભણાવી ?’ આટલું બધું બોલી મમ્મી અટકી.
‘કાલથી જ તારૂં ટ્યૂશન બંધ, તારી કોલેજ પણ બંધ…’ પપ્પા હવે તાડુકી ઉઠ્યા ઃ ‘ અભ્યાસ સાથે કોલેજ સાથે બધું જ બંધ સમજી આ કોલેજના વાતાવરણે તો હદ કરી નાખી છે. તને ભણાવી, તારી પાછળ ખર્ચો કર્યો, તેનો તે આ રીતે બદલો આપ્યો ? ધવલ તો વારે વારે મને તારા આવા લફરા વિશે કહ્યા કરતો પરંતુ મને મારી વૈશાખી પર ખૂબ વિશ્વાસ હતો. મને હતું કે મારી દીકરી કદી આડું – અવળું પગલું તો ન જ ભરે પણ તે તો હદ…’ પપ્પા આટલું બોલી આગળ કશું ન બોલી શક્યા. પરંતુ તિરસ્કારથી મોં બગાડી બીજી તરફ જાવા લાગ્યા.
મૂંગા મોઢે વૈશાખી ચૂપચાપ સાંભળતી રહી. એક શબ્દ પણ તે ન બોલી ત્યાં તો હજી કંઇક બાકી રહેતું હોય તેમ ધવલ બોલ્યો ઃ ‘ મમ્મી, પપ્પા… બહેન તો પેલા નીરવને કંઇ કેટલીય વાર મળ્યા જ કરે છે. ગઇ કાલે જ તેઓ બન્નેને સરકારી દવાખાના પાસે લીમડા નીચે ઊભા રહી વાતો કરતાં મેં જાયા હતાં…’
પોતાની પાછળ આવી જાસૂસી થતી હશે તેવો ખ્યાલ હવે વૈશાખીને આવ્યો. ત્યારે ધવલ સામે જાતાં એ સમયે ધવલે પણ તેની આંખના ડોળા જાણે બહાર કાઢ્યા હતાં.
છતાં વૈશાખી તો ખામોશ જ રહી. હરફ માત્ર તે બોલી નહીં. અને બોલે પણ શું ? બધાં તેની સામે એક થઇ ગયા હતાં. અંતે એક પછી એક એમ કરીને વૈશાખીના રૂમમાંથી ચાલ્યાં ગયા. જતાં જતાં બધાં વૈશાખીને તિરસ્કારભરી નજરે જાતાં ગયાં. તેની સામે બધાંએ રીતે જાયું હતું કે, તેણે કોઇ મોટો ગુનો ન કર્યો હોય…! આમ બધાં ચાલ્યાં જવાથી હવે વૈશાખી સાવ ભાંગી પડી. તેનું હૈયું ભરાઇ આવ્યું, ખૂબ ખૂબ રડી તેને રડતી છાની રાખવાવાળુ જાણે કે કોઇ જ ન હતું. બધાં પરાયાં થઇ ગયા હતાં. (ક્રમશઃ)