પંજોબના પઠાણકોટ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આકાશમાં રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો, જેનાથી સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા. સ્થાનિક લોકોનું રવિયા કહેવું છે કે સાંજે ૬.૫૦ વાગ્યે લગભગ ૫ મિનિટ સુધી આ રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો.
તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રહસ્યમય પ્રકાશ સીધી રેખામાં જતો જોઈ શકાય છે. જો કે, સંરક્ષણ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તે એક ઉપગ્રહ છે. આ પહેલા મીડિયા રિપોર્ટ્‌સમાં કહેવામાં આવ્યું હતું કે આ એલોન મસ્કની કંપની ‘સ્ટારલિંર્કનો સેટેલાઇટ છે.
જ્યારે લોકોએ આ પ્રકાશ જોયો, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિવિધ અટકળો કરવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં ગુજરાતના જૂનાગઢ, ઉપલેટા અને સૌરાષ્ટ્રના નજીકના વિસ્તારોમાં એક રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો, ત્યારબાદ તે યુએફઓ હોવાની અટકળો ચાલી રહી હતી.
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સલાહકાર નરોત્તમ સાહુએ અકુદરતી પ્રકાશ એ યુએફઓ હોવાના સિદ્ધાંતને રદિયો આપતાં કહ્યું કે તે પૃથ્વીની ભ્રમણકક્ષા નજીકથી પસાર થતા ઉપગ્રહને કારણે હોઈ શકે છે. જયારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં, લોકોએ જોરદાર અવાજ સાંભળ્યો, જે પછી સળગતી વસ્તુઓ આકાશમાંથી પડતી જોવા મળી હતી, પરંતુ તે જમીન પર પડતા પહેલા જ સળગી રહી હતી.’