પટેલ સંકુલ હોસ્ટેલ વિભાગની ધો. ૯ થી ૧ર અને ફાર્મસીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને ભોજનબીલ સહાય આપવા ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલ હોસ્ટેલ વિભાગમાં ધો. ૯, ૧૦, ૧૧ તથા ૧ર અને ફાર્મસીની વિદ્યાર્થિનીઓને સરકાર તરફથી ભોજનબીલ સહાય મળવા પાત્ર હોય, બિન-અનામત કેટેગરીમાં આવતી વિદ્યાર્થિનીઓે આપવામાં આવેલ વેબસાઇટ પરથી તા. ૧-નવેમ્બર-ર૧થી એક માસ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. ફોર્મ સાથે જાડવાના ડોક્યુમેન્ટ સાધનિક કાગળોની વિગત સાથે આપવામાં આવેલ છે. જેથી એક માસની મુદ્દતમાં જરૂરી ડોક્યુમેન્ટ મેળવી ઓનલાઇન ફોર્મ ભરી તેમજ ડોક્યુમેન્ટની એક નકલ સમાજ કલ્યાણ ઓફિસ બહુમાળી ભવન-અમરેલી ખાતે રજૂ કરવાની રહેશે. તેમ સંસ્થા વતી વલ્લભભાઇ રામાણીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.