સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે લેવાયેલી M.COM. (GM) SEM.- 2 ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ M.COM મહિલા કોલેજ સંકુલની વિદ્યાર્થિનીઓએ ૧૦૦ ટકા ડિસ્ટીંકશન મેળવેલ છે. આ વિદ્યાર્થિનીઓમાં શિયાણી રૂષિતા મુકેશભાઇ (પ્રથમ ક્રમ), ભાયાણી જીનલ મુકેશભાઇ (દ્વિતીય ક્રમ) અને બાંભણીયા હિતેશ્વરી પુનાભાઇએ (તૃતીય ક્રમ) મેળવલે છે. પરિણામ ૧૦૦ ટકા સાથે ૧૦૦ ટકા ડિસ્ટીંક્શન આવવા બદલ સંકુલ પરિવાર તરફથી તમામ વિદ્યાર્થિનીઓ અને પ્રોફેસર્સને અભિનંદન પાઠવવામાં આવેલ છે.