પટવા ગામે સમોસા વેચવા આવેલા યુવક પાસેથી સમોસા ખરીદીને ખાધા બાદ તેના પૈસા માંગવા મુદ્દે ફટકારવામાં આવ્યો હતો. આ અંગે મૂળ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના વિજપુરા ગામના અને હાલ મહુવામાં રહેતા તથા સમોસા વેચવાનો વ્યવસાય કરતાં બ્રિજેશભાઈ કનૈયાલાલ કુશવાહા (ઉ.વ.૧૮)એ પરસોત્તમ નાનજીભાઈ તથા માનસંગ નાનજીભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પટવા ગામે સમોસા વેચવા ગયા ત્યારે પરશોતમ નાનજીભાઇએ સમોસા ખાધા હતા. જે બાદ તેમણે પૈસા માંગતા આરોપીએ બાકી રાખવાનું કહેતા તેમણે ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇને ગાળો આપી ઝપાઝપી કરી હતી. જે બાદ પરશોતમ નાનજીભાઇએ માનસંગ નાનજીને ફોન કરી બોલાવ્યો હતો અને તેણે માથામાં લાકડીનો એક ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.