પટણાના સિટીમાં ઘાટ પર પડેલી એક લાવારીસ લાશને કૂતરાએ ફાડી ખાધી હતી. જ્યારે પટના પોલીસ સરહદ વિવાદમાં લગભગ ૧૫ કલાક સુધી માથાકૂટ કરતી રહી. મૃતદેહની સાથે થઈ રહેલી આવી અમાનવીયતા પર પોલીસવાળાએ કોઈપણ જાતની શરમ વગર કહ્યું કે લાશ રસ્તા પર પડી છે તો એ ખાશે જ ને, હવે અમે આવી ગયા છીએ, હવે નહીં ખાય. બુધવારે બપોરે પોલીસે આ લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.
આજુબાજુવાળાઓએ જણાવ્યું હતું કે પટના સિટી ચોક પોલીસ સ્ટેશનના હીરા ઘાટ પર લગભગ ૧૫ કલાક પહેલાં એક અજ્ઞાત મૃતદેહ મળી આવ્યો. આજુબાજુના લોકોએ તેની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની ઓળખ ન થઈ શકી. આ વચ્ચે ગંગા ઘાટના કિનારે કૂતરાએ તે લાવારીસ લાશને ફાડી ખાધી હતી.
લોકોએ શબની જાણ ખાજેકલાં પોલીસ સ્ટેશનને આપી હતી પરંતુ ખાજેકલાં પોલીસે આ મામલો ચૌક પોલીસ સ્ટેશનની હદનો ગણાવીને પોતાના હાથ ઉંચા કરી દીધા હતા. આ દરમિયાન લોકોએ આ અંગેની જાણકારી ચૌક પોલીસ સ્ટેશનને કરી હતી. સ્થાનિકોએ જણાવ્યું કે લગભગ ૧૫ કલાક પછી ચૌક પોલીસ સ્ટેશનની પોલીસ હીરા ઘાટ પહોંચી અને મૃતદેહને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી.
ચોક પોલીસ સ્ટેશનના છજીં યોગેન્દ્ર રામે જણાવ્યું કે તેઓ આ પોલીસ સ્ટેશનમાં નવા છે તેથી તેમને પોલીસ સ્ટેશનની હદ અંગે જાણકારી ન હતી. તેમને જણાવ્યું કે મૃતદેહની ઓળખ હજુ સુધી થઈ નથી. યોગેન્દ્ર રામે જણાવ્યું કે એવું લાગે છે કે લગભગ ૪થી ૫ દિવસ પહેલા ડૂબવાને કારણે એક વ્યક્તિનું મોત થયું હતું.
ડેડ બોડી સંપૂર્ણપણે સડી ગઈ હતી. મોતનું કારણ પૂછવામાં આવતા તેમને જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે તેનું મોત કઈ રીતે થયું છે. તેમને જણાવ્યું કે શરીર પર કોઈ પણ પ્રકારના ડાઘ ન હતા જેનાથી તેવું પુરવાર થાય છે કે મોત ડૂબવાને કારણે થઈ હોય શકે છે.