બિહારના પટનામાં એક ટીચરે ૫ વર્ષના વિદ્યાર્થીને ખૂબ જ માર માર્યો હતો. તેનો વીડિયો બહાર આવ્યો છે. કોચિંગ ક્લાસમાં અભ્યાસ ન કરવા પર શિક્ષકે બાળકને પહેલા દંડાથી માર્યો હતો. મારતાં-મારતાં દંડો પણ તૂટી ગયો તો તે બીજી તરફથી મારવા લાગ્યો. પછી તેણે લાતો પણ મારી હતી. માર મારતી વખતે બાળક જમીન પર પડી ગયું હતું, જાકે ટીચરને દયા આવી નહોતી. તે વિદ્યાર્થીને થપ્પડ અને લાતો સતત મારતો રહ્યો હતો. આ દરમિયાન બાળક સતત ચીસો પાડતું રહ્યું, જાકે શિક્ષકે આ વાતને ગણકારીમાં નહોતી લીધી, તેણે બાળક બેભાન થઈ જાય ત્યાં સુધી તેને માર્યો હતો.
આ મામલો બિહારની રાજધાની પટનામાં ધનરુઆના વીર ઓરિયારાના જ્યાં કોચિંગ ક્લાસીસનો છે, જ્યાં બાળકને ખૂબ જ ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. હાલ બાળકની સારવાર ચાલી રહી છે. બાળક બેભાન થઈ ગયો હોવાની માહિતી મળતાં જ ગુસ્સે ભરાયેલા ગામના લોકોએ કોચિંગ ક્લાસના શિક્ષકને ખૂબ માર માર્યો હતો. આ વીડિયો જાયા પછી હાલ આ કોચિંગ ક્લાસીસમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓમાં ડર છે. જ્યાં ક્લાસીસમાં વિદ્યાર્થીઓને નવોદય, નેતરહાટ અને સૈનિક સ્કૂલમાં પ્રવેશ માટેની તૈયારી કરાવવામાં આવે છે.
કોચિંગના સંચાલક અમરાકાંત કુમારે જણાવ્યું હતું કે શિક્ષકને બીપીની સમસ્યા છે. બીપી વધવાને કારણે તેણે છોકરાને આ રીતે માર માર્યો હતો. ધનરુઆની જ્યાં પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ વિકાસ કુમારે કહ્યું હતું કે છોટુ નામનો શિક્ષક અમારા કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે. તેને બ્લડપ્રેશરની બીમારી છે. જાકે તેણે જે કર્યું છે એ ખોટું છે. માર મારનાર શિક્ષકને કોચિંગમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. છોકરાની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
આ મામલામાં ધનરુઆ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું હતું કે વીડિયો વાઈરલ થવાની માહિતી તેમને મળી છે. તપાસ દરમિયાન એ વાત સ્પષ્ટ થઈ કે વીડિયો શનિવારનો છે, જ્યાં કોચિંગ દરમિયાન બાળકને માર મારવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું હતું કે હાલ શિક્ષક કોચિંગ છોડીને ફરાર થઈ ગયો છે.
પટનાના ફિઝિશિયન ડોક્ટર રાણા એસપી સિંહે જણાવ્યું હતું કે બ્લડપ્રેશર વધ્યા પછી જ્યારે માણસને ગુસ્સો આવે છે તો તેના હાથ થથરવા લાગે છે. એવામાં કોઈને માર મારવો કે જીવથી મારી નાખવાનો સવાલ જ આવતો નથી. જા શિક્ષકે માર માર્યો છે તો આ તેની ઉદ્ધતાઈ છે. ઘણા લોકોને આવી સમસ્યા હોય છે, પરંતુ આવી ઘટના બનતી નથી. આ ઘટનામાં ટીચરની મનમાની જાઈ શકાય છે, તે બીપીનું બહાનું બનાવી રહ્યો છે, એ ખોટું છે. બીપી અને મારા-મારીને કોઈ સંબંધ જ નથી.
પટનાના સાઇકોલોજિસ્ટર ડોક્ટર વિવેક વિશાલે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ માટે મોટા ભાગે મૂડ ડિસઓર્ડર જવાબદાર છે. ટીચર પણ એનો શિકાર બની શકે છે. આવા સંજાગોમાં જા બીપીની વાત કહેવામાં આવી રહી છે તો એ ખોટી છે. શિક્ષક બીપીની વાત કરીને પોતાનો બચાવ કરી રહ્યો છે. આવું વર્તન કરવાની આદત શિક્ષકને હશે.