પટણામાં એરપોર્ટ પર સ્પાઈસ જેટના વિમાનનું ઈમરજન્સી લેંડિંગ કરવામાં આવ્યું છે. પ્લેનમાં આગ લાગવાના સમાચાર છે. દિલ્હી જઈ રહેલા આ પ્લેનને પટણા એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું છે. આ પ્લેનમાં ૧૮૫ લોકો સવાર હતા. અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
રિપોર્ટ મુજબ આ પ્લેને પટણાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે ૧૨.૧૦ વાગ્યે ઉડાન ભરી હતી. ટેક-ઓફની થોડીવાર બાદ આ વિમાનના પંખામાં આગ લાગી હતી. નવાઈની વાત એ છે કે લોકોએ આ પ્લેનના પંખામાં આગ નીચેથી જોઈ. લોકોએ પ્લેનના પંખામાંથી જ્વાળાઓ નીકળતી જોઈ. લોકોએ આ ઘટનાની જોણ તરત જ પટણા પોલીસને કરી. તેના પછી ઘટનાની જોણ એરપોર્ટને કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિમાનને પરત લાવવામાં આવ્યું હતું.
જણાવવામાં આવ્યું છે કે પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે આ પ્લેનને બિહતા એરફોર્સ પર લેન્ડ કરવામાં આવશે, પરંતુ પછી આ પ્લેનને પટણાના જયપ્રકાશ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું. પટણાના ડીએમ ચંદ્રશેખર સિંહે કહ્યું છે કે આગની ઘટનામાં કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે. ઈજનેરી ટીમ ઘટનાની તપાસ કરી રહી છે.