પટણાના નેપાળી નગરમાં બનેલ ગેરકાયદેસર ૭૦ મકાનોને તોડવા માટે પ્રશાસનની ટીમ અહીં પહોંચી હતી,ટીમ અનેક બુલડોઝર લઇ પહોંચી હતી અને મકાન તોડવાની કાર્યવાહી કરે તે પહેલા નાગરિકોએ ભારે વિરોધ કર્યો હતો અને પ્રશાસનની ટીમ અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આથી પોલીસે ટીયર ગેસના સેલ છોડયા હતાં પોલીસ પર એક સાથે અનેક તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો સ્થિતિને બગડતી જોઇ પોલીસે લાઠીચાર્જ કર્યો અને એકત્રિત ભીડને ભગાડી મુકી હતી.
બુલડોઝરથી કરાવવામાં આવેલા પાક્કા નિર્માણને તોડવા વચ્ચે નારાજગ લોકોએ આ ટીમ પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ સ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી મોટી સંખ્યામાં લોકોએ પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો આ દરમિયાન પ્રશાસને લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી હતી પરંતુ તેમના પર તેની અસર જાવા મળી ન હતી. પથ્થરમારામાં સિટી એસપી સહિત અનેક પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી છે.કહેવાય છે કે કેટલાક લોકોએ પોતાના ઘરની બહાર સિલેન્ડર ફેંકી તેમાં આગ લગાડી દીધી હતી જેથી પોલીસ ત્યાં સુધી પહોંચી શકે નહીં
એ યાદ રહે કે નેપાળી નગરની આ જમીન આવાસ બોર્ડને અધિગ્રહિત કરવાની હતી અને તેના પર બનેલ મકાનોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતાં કેટલાક દિવસો પહેલા સદર અંચલધિકારી તરફથી અહીં રહેતા લોકોને નોટીસ જારી કરવામાં આવી હતી પરંતુ નોટીસ બાદ પણ લોકોએ પોતાના મકાનને ખાલી કર્યા ન હતાં આથી આજે ભારે સુરક્ષા વચ્ચે પોલીસ પ્રશાસનની ટીમ મકાનોને ખાલી કરવા પહોંચી હતી.