સાવરકુંડલા ખાતે આવેલ પંડિત દીનદયાળ (જનતા બાગ)નું સંચાલન કરતા તંત્ર દ્વારા આજના દિવસ પૂરતી પ્રવેશ ફી ન લેવામાં આવે તો ગરીબ અમીર અને મધ્યમ વર્ગના લોકો એક સાથે આ પંડિત દીનદયાળ બાગમાં હરવા ફરવા માટે કે માનસિક થાક દૂર કરવા માટે એક દિવસ પૂરતો તો લાભ લઈ શકે. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ પંડિત દીનદયાળ ઉપવન અર્થાત્ જનતા બાગનું સંચાલન કરતાં તંત્ર દ્વારા આ પુણ્યતિથિ દિવસ નિમિત્તે આ કરવા જેવું ખરું. બગીચામાં પ્રવેશ ફી નિઃશુલ્ક કરવામાં આવી હોત તો આ બગીચાનો લાભ ગરીબ વર્ગના લોકો પણ લઈ શકત. આ બગીચામાં પ્રવેશતાં જ તેના રમણીય દ્રશ્યો જોઈને જ માણસને માનસિક શાંતિનો અહેસાસ થાય છે. આવા જાહેર સેવાનો સમ્યક લાભ લઈ શકાય અને આર્થિક માપદંડ નડતરરૂપ ન બને તો જ રામરાજયની પરિકલ્પના પણ સાકાર થઈ શકે ખરી.