પંડિત દીનદયાળ આવાસ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે ત્યારે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ તથા પીઠવડી ગ્રામ પંચાયતના સરપંચ ભૌતિકભાઇ સુહાગીયા દ્વારા ગાંધીનગર ખાતે વિકસતી જાતિ કલ્યાણ વિભાગના નિયામકને પત્ર પાઠવી આ યોજનાના ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવા માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, લોકોને આધાર પુરાવાના કાગળો મેળવવામાં ઘણો સમય વીતિ જાય છે. તેમજ હાલ વાવણીનો સમય હોય, જેથી લોકો મજૂરીકામે જતા હોય છે. જેના કારણે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી શકેલ નથી. જા મુદ્દત વધારવામાં ન આવે તો અનેક લોકો યોજનાના લાભથી વંચિત રહી જાય તેમ હોય, ઓનલાઇન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે.