દેશમાં મોહમ્મદ અલી ઝિન્નાની ઉપર ચાલી રહેલ રાજકીય આગ હવે બિહાર પહોંચી ગઇ છે.ઝિન્નાને લઇ જે રાજનીતિ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના વિવાદાસ્પદ નિવેદનથી શરૂ
થઇ હતી તે કડીમાં જનતાદળ યુનાઇટેડ એમએલસી ખાલિદ અનવરે એક નવું નિવેદન આપી દીધુ જેનો વિરોધ થઇ રહ્યો છે.
જદયુ એમએલસી ખાલિદ અનવરે ઝિન્નાને મોટા સ્વતંત્રતા સેનાની બતાવ્યા છે અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂને દેશના વિભાજન માટે જવાબદાર ઠેરવ્યા છે.
હકીકતમાં અનવર કોંગ્રેસ પર હુમલો કરતા જવાહરલાલ નહેરૂને દેશના વિભાજનના જવાબદાર બતાવી રહ્યાં હતાં પરંતુ આ કડીમાં તેમણે મોહમ્મદ અલી ઝિન્નાને મોટા સ્વતંત્રતા સેનાની પણ બતાવી દીધા
અનવરે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમણે ઝિન્નાને લઇ જે નિવેદન આપ્યું છે તે ફકત તેમનું જ નહીં પરંતુ નીતીશકુમારની પાર્ટીનું સ્ટેન્ડ છે.જદયુ એમએલસીએ કહ્યું કે જદયુનું બિલકુલ સ્પષ્ટ સ્ટેન્ડ છે જો સંયુકત ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ઝિન્નાનો રોલ હતો તો હતો.આ એક ઇતિહાસીક સચ્ચાઇ છે.
ખાલિદ અનવરે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતાં અને કહ્યું કે આતંકવાદને બે રંગના ચશ્મા બતાવવાને કારણે દેશનું વિભાજન થયું અને ઝિન્નાની સાથે સાથે કોંગ્રેસ પણ દેશના વિભાજન માટે જવાબદાર છે ખાલિદ અનવરે એ પણ આરોપ લગાવ્યો કે પંડિત જવાહરલાલ નહેરૂએ વડાપ્રધાન બનવા માટે દેશનું વિભાજન કરાવ્યું
તેમણે કહ્યું કે આતંકનો કોઇ રંગ હોતો નથી ન તો ભગવો અને ન તો લીલો પરંતુ કોંગ્રેસની એ માનસિકતા છે અને તેને કારણે દેશનું વિભાજન થયું દેશના વિભાજનમાં જેટલો રોલ ઝિન્નાનો હતો તેટલો જ કોંગ્રેસનો પણ જવાહરલાલ નહેરૂ ઇચ્છતા હોત તો વિભાજનને રોકી શકતા હોત પરંતુ તેમણે આમ કર્યું નહીં કારણ કે તે વડાપ્રધાન બનવા માંગતા હતાં.
જદયુના નેતા દ્વારા ઝિન્નાને દેશના મોટા સ્વતંત્રતા સેનાની બતાવવાને લઇ નીતીશ સરકારમાં સાથી ભાજપે પલ્ટવાર કર્યો છે અને કહ્યું છે કે અનવરને ઝિન્નાથી પ્રેમ છે તો તે પાકિસ્તાન જઇ શકે છે.
નીતીશ સરકારમાં ભાજપના નંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું કે આજે પણ જો કોઇ ઝિન્નાની પ્રશંસા કરી રહ્યું છો તે તેના માટે પાકિસ્તાનના દરવાજો ખુલ્લા છે જો તેવું લોકો વિચારે છે કે ઝિન્નાએ બધુ જ કર્યું છે તો તેવા લોકો પાકિસ્તાન જઇ રહે કારણ કે ત્યાં તેમનું સ્વાગત થશે.હિન્દુસ્તાનમાં રહેવા માટે ભારત માતા અને મહાત્મા ગાંધીની જય બોલવું પડશે