બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની આવામ મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીએ બ્રાહ્મણો માટે અપશબ્દનો ઉપયોગ કરીને વિવાદ ઊભો કરી દીધો છે. શનિવારે પટનામાં ભુઇયાં મુસહર સંમેલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જીતનરામ માંઝી મુખ્ય અતિથિ હતા. આ દરમિયાન તેઓએ બ્રાહ્મણો વિરૂદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.
કાર્યક્રમમાં માંઝીએ કહ્યુ હતુ કે આજકાલ ગરીબ વર્ગના લોકોમાં ધર્મની ભÂક્ત વધુ આવી રહી છે. સત્યનારાયણ ભગવાનની પૂજોનું નામ અમે લોકો જોણતા ન હતા. હવે દરેક શેરીમાં અમારે ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજો થાય છે. એટલી પણ શરમ નથી આવતી કે પંડિતો આવીને કહે કે તમારે ત્યાં જમીશું નહીં…બસ થોડા રોકડા આપી દેજો.
પટનામાં ભુઈયા મુસહર સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસહર સમાજની મોટી રાજકીય વ્યક્તિ હોવાના કારણે જીતનરામ માંઝી મુખ્ય મહેમાન હતા. અહીં માંઝીએ તેમના ભાષણ દરમિયાન બ્રાહ્મણો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. માંઝીએ ધર્મના નામે થઈ રહેલી રાજનીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે બ્રાહ્મણોને અપશબ્દો પણ કહ્યા હતા.
માંઝીનાં નિવેદવ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છો. વિપક્ષના અનેક નેતાઓ તેમને ઘેરવામાં વ્યસ્ત બન્યા છે. જયારે આ તરફ તેમનો બચાવ કરતાં પાર્ટીનાં પ્રવક્તા દાનિસ રિઝવાને જણાવ્યુ હતું કે માંઝીના નિવેદનને તોડી-મરોડીને રજુ કરવામાં આવી રહ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે માંઝીને તમામ સંપ્રદાય અને તમામ જોતિઓ પ્રત્યે તેમને આસ્થા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતુ કે કેટલાક લોકો બ્રાહ્મણ ભાઈઓને પોતાના ઘરે બોલાવે છે અને તે બ્રાહ્મણ તે ગરીબનાં ઘરે ભોજન પણ નથી કરતો, પરંતુ છતાં પણ તેને રોકડા આપી દેવામાં આવે છે. માંઝીએ આવા લોકોનો વિરોઘ કર્યો છે
આ મામલે વિવાદ વધ્યા બાદ જીતન રામ માંઝીએ સ્પષ્ટતા કરી છે. આ બાબતે તેમણે માફી માંગી છે અને કહ્યું કે તેણે બ્રાહ્મણો માટે કોઈ અપશબ્દો બોલ્યા નથી. મારા નિવેદનથી બ્રાહ્મણ સમાજને ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. જીતનરામ માંઝીએ કહ્યું કે, તેમણે તેમના સમાજના લોકો માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો કે અમારા સમાજના લોકો એવા લોકો પાસે પૂજો કરાવી રહ્યા છે જેઓને અમારે ત્યાં ભોજન કરવાનું પણ ગમતું પણ નથી.
જીતન રામ માંઝીના વિવાદિત નિવેદન બાદ બ્રાહ્મણ સમાજમાં રોષ ફેલાયો છે. રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભા પરશુરામ સેવા સંસ્થાનના પ્રવક્તા રજનીશ કુમાર તિવારીએ આ નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે. આ સંસ્થાએ કહ્યું છે કે જીતન રામ માંઝીએ માફી માંગવી જોઈએ, સંસ્થાએ કહ્યું છે કે તે પૂર્વ મુખ્યમંત્રીના આ નિવેદન સામે કોર્ટમાં પણ જશે.