પંજોબમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજનીતિ જોર પકડી રહી છે. પંજોબની ચૂંટણીમાં પૂરજોશમાં ઉતરેલી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામની જોહેરાત કરી ચૂકી છે. શુક્રવારે, આપે ૧૦ ઉમેદવારોની પ્રથમ યાદી જોહેર કરી, જેમાં પક્ષના વિરોધ પક્ષના નેતા હરપાલ સિંહ ચીમા સહિત પંજોબમાં આપના તમામ વર્તમાન ધારાસભ્યોના નામનો સમાવેશ થાય છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલ ઘણી વખત પંજોબની મુલાકાત લઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા જોહેર કરાયેલા ઉમેદવારોની યાદીમાં જયકિશન રોડી (ગઢશંકર ધારાસભ્ય), સરબજીત કૌર માનુકે (જગરાં ધારાસભ્ય), મનજીત સિંહ બિલાસપુર (નિહાલ સિંહ વાલા ધારાસભ્ય), કુલતાર સિંહ સંધવાન (કોટકપુરા ધારાસભ્ય), બલજિંદર કૌર (તલવંડી સાબો ધારાસભ્ય)નો સમાવેશ થાય છે. આચાર્ય બુધરામ (બુધલાડા ધારાસભ્ય), હરપાલ સિંહ ચીમા (દિબારા ધારાસભ્ય), અમન અરોરા (સુનમ ધારાસભ્ય), ગુરમીત સિંહ મીત હેર (બરનાલા ધારાસભ્ય) અને મહિન કલાના ધારાસભ્ય કુલવંત પાંડોરીનો સમાવેશ થાય છે.
પંજોબ સહિત અન્ય પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજોવાની છે. રાજકીય પક્ષો હવે ચૂંટણી માટે કમર કસી રહ્યા છે. આમ આદમી પાર્ટી તરફથી હવે ઉમેદવારોની જોહેરાત પણ શરૂ થઈ ગઈ છે. જો કે, સીએમ કેજરીવાલે પંજોબમાં સીએમ પદના ઉમેદવારના ચહેરા પરથી હજુ પડદો હટાવ્યો નથી. તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે સમય આવશે ત્યારે પંજોબને સારો સીએમ ચહેરો મળશે. તે કોઈપણ હોઈ શકે છે, અમે હમણાં તેના વિશે વિચારી રહ્યા નથી. પંજોબમાં આપ કોંગ્રેસ સાથે સીધી લડાઈ કરશે. આ પહેલા સીએમ કેજરીવાલની મફત વીજળીના જવાબમાં કોંગ્રેસ સરકારે કિંમતોમાં ભારે ઘટાડા પર પંજોબના લોકોને મોટી રાહત આપી હતી.