ભાજપ શાસિક રાજ્યો ઉપરાંત પંજોબ અને રાજસ્થાનની કોંગ્રેસી સરકારોએ પણ તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડયા બાદ હવે રાજ્યમાં એવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું ઉધ્ધવ ઠાકરેની સરકાર પણ વેટ ઓછો કરી રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ સસ્તા કરશે? અહીં નોંધવું ઘટે કે ઠાકરે સરકારમાં કોંગ્રેસ પણ સામેલ છે અને એ ભાવવધારો બદલે કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવી રહી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે એવી માગણી કરી છે કે પેટ્રોલ-ડીઝલ સસ્તા કરવા રાજ્ય સરકાર પણ ટેક્સ ઓછા કરી લોકોને રાહત આપવી જોઈએ.
પ્રશાસનના સૂત્રોના જણાવ્યા મુજબ હજી સુધી સરકાર સમક્ષ ટેક્સ ઘટાડવાન કોઈ પ્રસ્તાવ નથી જોકે રાજકીય સમીક્ષકોનું એવું માનવું છે કે ફેબુ્રઆરીમાં યોજોનારી મહાપાલિકાની ચૂંટણીઓ નજીક ોય ત્યારે સરકાર આવો નિર્ણય લેવા વિચારી શકે એને કારણે વધતા ભાવોથી ત્રસ્ત મતદારો બીએમસીની નિર્ણાયક ચૂંટણી પહેલા રાજી થઈ શકે છે. રાજ્યની હોટલો અને રેસ્ટોરાંઝ ઈંધણના ઉંચા ભાવોને લીધે વ૩ાનગીઓના ભાવ વધારવાની ચેતવણી આપી ચુકી છે એ જ રાતે, વેપારીઓ અને રિટેલરોએ પણ જીવન જરૂરી ચીજોના ભાવ વધારી દીધા છે.
બીજો લોકડાઉન ઉઠાવી લેવાયા પછી અર્થતંત્ર ફરી પાટે ચડીગયું હોવાથી ેવી માન્યતાને બળ મલ્યું છે. કે હવે મહારાષ્ટ્ર સરકારને વેરા ઘટાડવા પરવડી શકે છે. ડાટા અવું દર્શાવે છે કે ઓકટોબરના અંત સુધીમાં રાજ્યને રૂ.૩.૬૯ લાખ કરોડના વાર્ષિક લક્ષ્યાંક સામે રૂ.૧.૫૧ લાખ કરોડના મહેસુલની આવક થઈ હતી. એ જ રીતે, જીએસટીનું કલેકશન જે સપ્ટેમ્બરમાં રૂ.૧૬,૨૮૨ કરોડ હતું એ ઓકટોબરમાં વધીને રૂ.૧૭,૭૦૫ કરોડ પર પહોંચ્યું હતું. બીજી તરફ કોવિડનો ખર્ચ પણ સ્થિર હોવાથી સરકારનો હાથ અત્યારે તંગ નથી.
નાના પટોલે બાદ કોંગ્રેસના એક બીજો વરિષ્ઠ નેતા સચિન સાવંતે પણ વેટ ઘટાડવાની માગણી કરતા કહ્યું હતું કે રાજ્ય સરકાર પાસે એક્સાઈઝ એસજીએસટી અને સ્ટેમ્પ ડયુટી જેવા આવક ઊભી કરવામાં સ્ત્રોતો છે.