સરકાર મહેરબાન તો નેતાઓના સંબંધીઓ પણ સરકારી પગો પર પહેલવાન,આવું જ પંજોબમાં થઇ રહ્યું છે અહીં મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી,મંત્રી,ધારાસભ્યોના પુત્રો,જમાઇ,બીજો સંબંધીઓ મહત્વપૂર્ણ પદો પર સરકારી મહેરબાની પર જઇ રહ્યાં છે તો બીજી તરફ સામાન્ય નાગરિક છે જે રોજગારી માટે પોતાના પગારના અધિકાર માટે માર્ગો
પર સંધર્ષ કરી રહ્યાં છે.
મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને તેમના નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા છે જેમની સરકાર છે જે પોતાના લોકોને મોટા પદો,મોટી પોસ્ટની લ્હાણી કરવામાં વ્યસ્ત છે.બીજી તરફ પાક્કી નોકરી માટે ૧૮ વર્ષથી કિનારે ધકેલાયેલા પંજોબના સામાન્ય નાગરિકો છે.નવેમ્બરમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીના સંબંધી મહેન્દ્રસિંહ કેપીને કેબિનેટ મંત્રીની સુવિધા આપવામાં આવી,જયારે નાયબ મુખ્યમંત્રી રંધાવાના જમાઇ તરૂણ વીર સિંહ લહેરને એડિશનલ જનરલ બનાવવામાં આવ્યા. જયારે સપ્ટેમ્બરમાં કેબિનેટ મંત્રી રહેલ ગુરપ્રીત કાંગડના જમાઇ ગુલશેર સિંહને આબકારી અને કરાધાન ઇસ્પેકટરર તરીકે નિયુકત કરવામાં આવ્યા.જુનમાં કોંગ્રેસ નેતા રાકેશ પાંડના પુત્ર ભીષણ પાંડેને મહેસુલ વિભાગમાં સરકારી મહેરબાનીને આધારે તાલીકાદાર બનાવી દેવામાં આવ્યા.
બીજી તરફ પંજોબમાં હજોરો એવા બેરોજગારે છે જેઓ રોજમદારથી પણ ઓછી કિંમત પર કામ કરી રહ્યાં છે.મોહાલીમાં રોજગારી માટે પ્રદર્શન પણ ચાલી રહ્યું છે આવામાં હજોરો લોકો છે જેમને ૧૮ વર્ષથી પગારના નામ પર સાડા ત્રણ હજોર રૂપિયા મળી રહ્યાં છે પંજોબમાં બેરોજગારી વધી રહી છે અને તેને લઇ પ્રદર્શન થઇ રહ્યાં છે.આવી જ સ્થિતિ કેપ્ટન રાજમાં પણ રહી હતી અને ચુંટણી પહેલા કેપ્ટનને હટાવી દીધા બાદ નવા કેપ્ટન બનાવવામાં આવેલા ચન્ની રાજમાં પણ ચાલી રહી છે.