ત્રણેય નવા કૃષિ કાયદા રદ્દ કરવાની વડાપ્રધાન મોદીની જોહેરાત મુદ્દે પંજોબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે સીટ વહેંચીને વિધાનસભાની ચૂંટણી લડશે. કેપ્ટને આ પહેલા પણ કહ્યું હતું કે જેવા ક કૃષિ કાયદા રદ્દ થશે અને ખેડૂતોનું આંદોલન સમાપ્ત થશે, ત્યાતે તેઓ ભાજપની સાથે મળીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. હવે તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે રાજયમાં સાડા ત્રણ મહિના બાદ યોજનારી ચૂંટણી કેપ્ટન ભાજપની સાથે મળીને જ લડશે.
કેપ્ટન અમરિન્દર સિંહે ખુશી વ્યક્ત કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની વાત સાંભળીને તેમની ચિંતાઓને સમજી છે અને ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જોહેરાત કરી છે. કેપ્ટને કહ્યું કે, હું સતત આ મુદ્દાને ઉઠાવતો રહ્યો અને કેન્દ્ર સરકાર સાથે મળતો રહ્યો હતો.
મોદીની જોહેરાત બાદ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, ‘પંજોબમાં આજે અમારા માટે ખુબ જ મોટો દિવસ છે. હું આ મુદ્દાને એક વર્ષ કરતાં વધુ સમયથી ઉરથાવી રહ્યો હતો. આ મુદ્દે મેં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. તેમને વિનંતી કરતો રહ્યો હતો કે તેઓ ખેડૂતોની વાતોને સાંભળે. કેપ્ટને ખાયુ કે આજે ખુબ જ ખુશી છે કે તેમણે ખેડૂતોની વાતો સાંભળી અને અમારી ચિંતાઓને પણ સમજ્યા છે.
કેપ્ટને કહ્યું કે આ માત્ર ખેડૂતો માટે જ મોટી રાહત નથી, પરંતુ પંજોબના વિકાસના રસ્તા ખૂલ્યા છે. હવે તેઓ ભાજપની કેન્દ્ર સરકાર સાથે ખેડૂતોના વિકાસ માટેના કામો કરશે. તેમણે પંજોબના ખેડૂતોને વચન આપ્યું હતું કે તેઓ ત્યાં સુધી આરામ નહીં કરે, જ્યાં સુધી પંજોબની દરેક વ્યક્તિના આંસુ ન લૂછી લે.
કેપ્ટન અમરિન્દર સિંહને કોંગ્રેસે પંજોબ ચૂંટણીના ૬ મહિના પહેલા જ મુખ્યમંત્રીની ખુરશી પરથી હટાવી લીધા હતા. ત્યાર બાદ તેમણે કોંગ્રેસ સાથેનો છેડો ફાડયો હતો. હવે અમરિન્દર પંજોબમાં પંજોબ લોક કોંગ્રેસ નામથી પાર્ટી બનાવી ચૂક્યા છે. અમરિન્દર પહેલા પણ કહી રહ્યા હતા કે ખેડૂત આંદોલનના ઉકેલ થયા બાદ તેઓ ભાજપની સાથે મળીને ચૂંટણી લડશે.