૨૧ વર્ષ બાદ ભારતમાંથી વિશ્વ સુંદરીની પસંદગી કરવામાં આવી છે. પંજોબની હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ ૨૦૨૧ર્નો ખિતાબ મળ્યો છે. આપને જણાવી દઇએ કે, ઈઝરાયેલનાં દક્ષિણ શહેર ઇલાતમાં ૭૦મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજોઇ હતી. ઈઝરાયેલમાં યોજોયેલા ગ્રાન્ડ ફિનાલેમાં સંધુને મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
આપને જણાવી દઈએ કે, આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી કુલ ૮૧ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેને હરાવીને સંધુએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે. હરનાઝ સંધુને ગયા વર્ષની વિજેતા એન્ડ્રીયા મેજોએ તાજ પહેરાવ્યો હતો. આપને જણાવી દઈએ કે, લારા દત્તાએ ૨૦૦૦માં આ ખિતાબ જીત્યો હતો, જેના ૨૧ વર્ષ બાદ પંજોબની ૨૧ વર્ષની હરનાઝ સંધુએ ઈઝરાયેલનાં ઈલિયટમાં આયોજિત ૭૦મી મિસ યુનિવર્સ ૨૦૨૧માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સંધુએ પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાનાં પ્રતિનિધિઓને હરાવીને ટાઈટલ જીત્યું હતું. મેÂક્સકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ૨૦૨૦ એડ્રિયા મેજો દ્વારા સંધુને તાજ પહેરાવવામાં આવ્યો હતો. ઈઝરાયેલમાં આયોજિત આ ગ્રાન્ડ ફિનાલેનું લાઈવ સ્ટ્રીમ દ્વારા વૈÂશ્વક સ્તરે પ્રસારણ કરવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, ઓછા શબ્દોમાં જબરદસ્ત જવાબ આપ્યા બાદ તેણે ટોપ ૩માં સ્થાન મેળવ્યું છે.
સંધુ પછી ફર્સ્‌ટ રનર અપ પેરાગ્વે અને સેકન્ડ રનર અપ સાઉથ આફ્રિકાનો હતો. ટોચનાં ત્રણ રાઉન્ડમાં ભાગ લેનારાઓને પૂછવામાં આવ્યું હતું કે, આજનાં દબાણનો સામનો કરવા માટે તમે યુવતીઓને શું સલાહ આપશો. જેના પર હરનાઝે સુંદર જવાબ આપતા કહ્યું કે, “આજનાં યુવાનો જે સૌથી મોટા દબાણનો સામનો કરી રહ્યા છે તે પોતાના પર વિશ્વાસ રાખવુ. તે જોણવું કે તમે અદ્વિતીય છો. તમારી તુલના અન્ય લોકો સાથે કરવાનું બંધ કરો અને દુનિયાભરમાં થઇ રહેલી ઘણી મહત્વપૂર્ણ ચીજોાં વિશે વાત કરો. બહાર આવો, તમારા માટે બોલો, કારણ કે તમે તમારા જીવનનાં નેતા છો. તમે તમારો અવાજ છો. મને મારી જોત પર વિશ્વાસ હતો અને તેથી જ હું આજે અહીં ઉભી છું.”