પંજોબમાં કોંગ્રેસ સરકાર હાલ એકશન મોડમાં જોવા મળી રહી છે,વિધાનસભાની આગામી
ચૂંટણી માટે રાજ્ય સરકારે કમર કસી છે ત્યારે રાજ્યના ડીજીપી તરીકે ચન્ની સરકારે સિદ્વાર્થ ચટ્ટોપાધ્યાય નિમણૂક કરી છે,સરકારે ઇકબાલ પ્રીત સહોતાના સ્થાને આ નિમણૂક કરી છે. ઇકબાલ પ્રીત સહોતાના સ્થાને, ચટ્ટોપાધ્યાય પંજોબ પોલીસના ડીજીપી તરીકે કાર્યભાર સંભાળશે,જ્યાં સુધી યુપીએસસી પેનલ નામોને અંતિમ સ્વરૂપ ન આપે. ૧૯૮૬ બેચના આઇપીએસ અધિકારી સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાય ડીજીપી બન્યા પછી પણ વિજિલન્સ બ્યુરોના ચીફ ડાયરેક્ટરનું પદ જોળવી રાખશે. સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને પણ નવજોત સિંહ સિદ્ધુનું સમર્થન છે.
રસપ્રદ વાત એ છે કે, યુનિયન પબ્લિકક સર્વિસ કમિશને છ મહિનાની સેવા બાકી હોવાના માપદંડ સાથે રાજ્ય પોલીસ વડાની પસંદગી માટે કટ-ઓફ તારીખ ૫ ઓક્ટોબર નક્કી કરી છે. જેના કારણે ચટ્ટોપાધ્યાય અને ૧૯૮૮ બેચના આઈપીએસ ઓફિસર રોહિત ચૌધરી ડીજીપીની રેસમાંથી બહાર થઈ ગયા છે.