કૃષિ કાનુનોની વિરૂધ્ધ આંદોલન કરી રહેલ પંજોબના કિસાન દિલ્ગી હરિયાણાની ટિકરી બોર્ડરને ખાલી કરવાની તૈયારીમાં લાગ્યા છે ટિકરી બોર્ડર પર પંજોબના કિસાન હાલના દિવસોમાં હરિયાણાના નિવાસીઓની સાથે પોતાના ભાઇચારાના બંધનને વધુ મજબુત કરવા માટે એક વિશેષ કામ કરી રહ્યાં છે.હકીકતમાં કિસાન તે લોકોનું સમ્માન અને આભાર વ્યકત કરવા માટે આસપાસના ગામોનો પ્રવાસ કરી રહ્યાં છે જેમણે ગત એક વર્ષમાં તેમને ભોજન અને મફત નિવાસના રૂપમાં સહાયતા પ્રદાન કરી હતી એટલું જ નહીં આ આંદોલનકારી કિસાન હરિયાણાના લોકોને પંજોબ આવવાનું આમંત્રણ પણ આવી રહ્યાં છે.
એક રિપોર્ટ અનુસાર પંજોબ ફાર્મ યુનિયનોની એક સમિતિ પણ હરિયાણા અને પંજોબના લોકોને તેમને સમર્થન આપવા માટે આભાર વ્યકત કરવા માટે આભાર અને અભિનંદન આપી રહ્યાં છે.બીકેયુ સિધ્ધપુરના નેતા ટિકરીની પાસે બરહી ગામ પહોંચ્યા અને ત્યાં કેટલાક ગ્રામીણોને સિરોપા અને સ્મૃતિ ચિન્હ આપી તેમનું સમ્માન કર્યું સંયુકત પેનલે વર્તમાન આંદોલનની સફળતામાં તેમના યોગદાનના સમ્માનમાં મુખ્ય પ્રદર્શન સ્થળ પર લગભગ ૨૦ સ્થાનીક લોકો અને પંજોબના અનેક લોકોનું સમ્માન કર્યું હતું.
બીકેયુ નેતા લખવિંદર સિંહે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે પ્રદર્શન હવે સમાપ્ત થનાર છે આથી આ અમારૂ કર્તવ્ય છે કે અમે તે તમામ પ્રત્યે આભાર વ્યકત કરીએ જે અમારી સાથે ઉભા હતાં આંદોલન દરમિયાન બરહી ગામના નિવાસીઓએ દુધ શાકભાજી ફળ અને અન્ય ખાદ્ય સામગ્રીનો પુરવઠો સુનિશ્ચિત કર્યો હતો.અમે તેમના ભાઇચારાના આ બંધનને વધુ મજબુત કરવા માટે પંજોબમાં આમંત્રિત કર્યા છે જયારે વકીલ અમરવીર સિંહ ભુલ્લરે કહ્યું કે તેમણે પંજોબના કિસાનોને મફત નિવાસ ઉપલબ્ધ કરાવવા માટે બહાદુરગઢના એક વ્યક્તિને સમ્માનિત કર્યા.તેમણે કહ્યું કે આ ત્યાં સુધી જોરી રહેશે જયાં સુધી અમારી મદદ કરનાર અંતિમ વ્યક્તિને સમ્માનિત કરવામાં આવે નહીં.
બીકેયુના નેતા પરગટ સિંહે કહ્યું કે તેઓ હરિયાણાના નિવાસીઓ દ્વારા આંદોલનને સફળ બનાવવા માટે આપેલ સમર્થનને કયારેય ભુલી શકશે નહીં.આથી અમે આવા વ્યક્તિઓને સમ્માનિત કરી રહ્યાં છીએ તેમણે કહ્યું કે અમે તે લોકોને પણ સન્માનિત કરીશું જે વિરોધ શરૂ થયા બાદથી ટિકરીમાં અમારી સાથે મકકમતાથી હાજર રહ્યાં હતાં અને પંજોબ અને હરિયાણાના કિસાનોની એકતાએ અમારી એતિહાસિક જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.