આઇપીએલ ૨૦૨૬ માં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને, પંજાબ કિંગ્સે માત્ર તેમની સતત બીજી જીત જ નહીં પરંતુ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પણ મેળવ્યું. ચેન્નાઈના  ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં, કેપ્ટન શ્રેયસ ઐયરની શાનદાર ફિફ્ટી અને યુવા બેટ્‌સમેન પ્રિયાંશ આર્યની તોફાની ઇનિંગ્સે પંજાબને ૫ વિકેટથી જીત અપાવી. મેચની શરૂઆતમાં, પ્રિયાંશ આર્યએ ૧૧ બોલમાં ૩૯ રનની વિસ્ફોટક ઇનિંગ રમીને પંજાબને ઝડપી શરૂઆત અપાવી. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ ઐયરે બાજી સંભાળી, શાનદાર અડધી સદી ફટકારીને ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી.
ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચમાં ૨૦૦ થી વધુ રન બનાવ્યા, પરંતુ તેમ છતાં હારનો સામનો કરવો પડ્યો. આઈપીએલ ૨૦૨૨ પછી આ બીજી વખત છે જ્યારે સીએસકે એક સીઝનમાં તેની શરૂઆતની બે મેચ હારી ગઈ છે. પહેલા બેટિંગ કરતા, ચેન્નાઈએ ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૦૯ રન બનાવ્યા. જવાબમાં, પંજાબ કિંગ્સે ૧૯મી ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૧૦ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ છઠ્ઠી વખત હતું જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે ૨૦૦+ રન બનાવ્યા હતા. તેઓ આ સંદર્ભમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે સંયુક્ત રીતે આગળ છે. જાકે, આશ્ચર્યજનક રીતે, ઝ્રજીદ્ભ આ છમાંથી પાંચ વખત હારી ગયું, ફક્ત ૨૦૦૮ માં પહેલી આઇપીએલ મેચમાં જ જીત્યું. વધુમાં, આ પાંચમી વખત હતું જ્યારે સીએસકે ૨૦૦+ સ્કોર કરવા છતાં પંજાબ કિંગ્સ સામે મેચ હારી ગયું. આનાથી ટી ૨૦ ક્રિકેટમાં ૨૦૦+ સ્કોર કર્યા પછી એક જ ટીમ સામે સૌથી વધુ હારનો રેકોર્ડ બન્યો. અગાઉ, આ રેકોર્ડ વેસ્ટઈન્ડીજ ના નામે હતો, જેણે ઓસ્ટ્રેલિયા સામે ચાર વખત આ સિદ્ધિ મેળવી હતી.
આ મેચ ફક્ત જીત કે હાર વિશે નહોતી, પરંતુ રેકોર્ડ અને આંકડાઓની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની હતી. જ્યારે પંજાબ કિંગ્સે તેમનું ઉત્તમ ફોર્મ ચાલુ રાખ્યું, ત્યારે આ મેચે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ઘણા પ્રશ્નો ઉભા કર્યા. સતત બે હાર બાદ, ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં તળિયે છે.