પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ૨૬ જાન્યુઆરીએ દિલ્લીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ દિલ્લી પોલિસ દ્વારા ધરપકડ કરાયેલા ૮૩ લોકોને વળતર તરીકે ૨ લાખ રુપિયા આપવાની ઘોષણા કરી. પંજાબ સરકારના આ નિર્ણય બાદ કેન્દ્ર સરકાર અને પંજાબ સરકારમાં વિવાદ ઉભો થઈ શકે છે. પંજાબ સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કહ્યુ, ‘ત્રણ કાળા કૃષિ કાયદા સામે ચાલી રહેલ ખેડૂત આંદોલનનુ સમર્થન કરવા માટે મારી સરકારના વલણનુ પુનરાવર્તન કરીને, અમે ૨૬ જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં ટ્રેક્ટર રેલી કરવા માટે દિલ્લી પોલિસ દ્વારા ધરપકડ કરાયેલા ૮૩ લોકોને ૨ લાખ રુપિયાનુ વળતર આપવાનો નિર્ણય કર્યો છે.’
૨૬ જાન્યુઆરી, ૨૦૨૧એ પ્રદર્શનકારીઓને નવી દિલ્લીમાં પ્રવેશ કરવા માટે બેરિકેડ્‌ઝ તોડી દીધા અને ૨૬ જાન્યુઆરીએ ખેડૂતો દ્વારા આયોજિત ટ્રેક્ટર રેલીના વિરોધ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં પોલિસ સાથે ભિડાઈ ગયા હતા. ત્યારબાદ દિલ્લી પોલિસે કાર્યવાહી કરીને ૮૩ લોકોની ધરપકડ કરી હતી અને ઘણાઓ પર કેસ પણ નોંધવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલન સાથે જાડાયેલા પ્રદર્શનકારીઓએ દિલ્લીમાં સ્થિત મુઘલ કાળના પ્રતિષ્ઠિત સ્મારક લાલ કિલ્લામાં પણ રેલી દરમિયાન ૨૬ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પ્રવેશ કર્યો હતો અને તેની પ્રાચીર પરથી પોતાના ઝંડા લહેરાવ્યા હતા. લાલ કિલ્લાના અમુક ભાગોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. ખેડૂતો ત્રણ નવા અધિનિયમિત કૃષિ કાયદા સામે ગયા વર્ષે ૨૬ નવેમ્બરથી રાષ્ટ્રીય રાજધાની દિલ્લીની વિવિધ સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ અને કેન્દ્રએ નવા દોરની વાતચીત કરી છે પરંતુ વિરોધ ચાલુ છે.
ખેડૂત આંદોલનમાં શામેલ ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ નવા કૃષિ કાયદાના વિરોધમમાં છે. તે ત્રણ કૃષિ કાયદા છે – ખેડૂત ઉપજ વેપાર અને વાણિજ્ય(સંવર્ધન અને સુવિધા) અધિનિયમ, ૨૦૨૦, ખેડૂત અધિકારિતા અને સંરક્ષણ(મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા) અધિનિયમ ૨૦૨૦ અને જરૂરી વસ્તુ(સુધારા) અધિનિયમ, ૨૦૨૦.