પંજાબ સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને પ્રાંતીય મંત્રીઓના પેટ્રોલ ક્વોટાને નાબૂદ કરવાની જાહેરાત કરી છે. મંત્રી અતાઉલ્લા તરારે જણાવ્યું હતું કે, પંજાબ સરકારે તમામ પ્રાંતીય મંત્રીઓ માટે પેટ્રોલ ક્વોટાના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
લાહોરમાં પત્રકારો સાથે વાત કરતા તરારે જણાવ્યું હતું કે, હવે તમામ મંત્રીઓ તેમના ખિસ્સામાંથી ઇંધણ માટે ચૂકવણી કરશે. કારણ કે, હવે સત્તાવાર પેટ્રોલ ક્વોટાનો વિકલ્પ રહેશે નહીં.
“પ્રધાનોએ પણ અધિકૃત પ્રવાસો માટે પોતાના માટે પેટ્રોલ ખરીદવું પડશે,” તરરે સ્પષ્ટ કર્યું. તેમણે ખૈબર પખ્તુનખ્વા સરકારના ખર્ચનો ઉપયોગ કરવા બદલ કટ્ટર હરીફ પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાનની ટીકા કરી હતી. કારણ કે, તેઓ પેશાવરના મુખ્યપ્રધાન ગૃહમાં રહે છે.
તેમણે દાવો કર્યો હતો કે, ઈમરાન ખાન પેશાવરમાં જે મિનરલ વોટર પી રહ્યો હતો, તેની બોટલો પણ ખૈબર પખ્તુનખ્વા સરકાર ચૂકવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિંધ સરકારે પહેલા જ સિંધના મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીઓના પેટ્રોલ ક્વોટામાં ૪૦ ટકાનો ઘટાડો કર્યો હતો.