પૂર્વ ક્રિકેટર હરભજનસિંહે તાજેતરમાં તમામ રીતની ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.ત્યારે હવે તે એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે.શું હરભજન સિંહ રાજનીતિમાં ઝંપલાવી રહ્યો છે તાજેતરમાં તેણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર નવજાત સિંહ સિધ્ધુની મુલાકાત કરી હતી. ત્યારથી એવી અટકળો લાગી રહી છે કે ભજ્જી કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે જા કે હરભજનસિંહે કહ્યું હતું કે મેં હજુ રાજનીતિમાં જાડાવવાનું નક્કી કર્યું નથી

હરભજને પત્રકારોએ પુછયું હતું કે તમે રાજનીતિમાં સામેલ થવા જઇ રહ્યાં છો તેના જવાબમાં ભજ્જીએ કહ્યું હતું કે મને અલગ અલગ પાર્ટીઓથી સામેલ થવાની ઓફર મળી રહી છે.મેં સિધ્ધુની ક્રિકેટર તરીકે મુલાકાત કરી હતી.તેમણે કહ્યું કે તે તમામ પાર્ટીના નેતાઓને જાણે છે જા તે રાજનીતિમાં આવશે તો પત્રકારોને આ બાબતની જરૂર જાણ કરશે

તેમણે કહ્યું કે તે રાજનીતિમાં હોય કે અન્ય બીજા રસ્તે તેમનો હેતુ પંજાબની સેવા કરવાનો છે રાજનીતિમાં જવાના નિર્ણય અંગે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી એ યાદ રહે કે ભજ્જીએ સિધ્ધુની મુલાકાત લીધા બાદ એટકળો હતી કે તે રાજનીતિમાં સામેલ થશે પરંતુ ખુદ ભજ્જીએ તેનો ઇન્કાર કર્યો હતો હવે જયારે ભજ્જીએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે ત્યારે ફરીથી આ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે ભજ્જી ટુંક સમયમાં રાજનીતિમાં સામેલ થશે

કહેવાય છે કે રાજનીતિમાં સામેલ થવાને લઇ ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષોથી વાતચીત ચાલી રહી છે પરંતુ ભજ્જી હજુ પોતાના પત્તા ખોલવા માંગતો નથી આપના કેટલાક નેતા ભજ્જીના સંપર્કમાં છે જા કે ભજ્જીએ કહ્યું કે તે પંજાબની સેવા કરવા ઇચ્છે છે તેનાથી સંકેત મળે છે કે રાજનીતિમાં કુદીને આમ કરવા માંગે છે.