માહિતીના અધિકાર હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં, બેંકે કહ્યું કે ૨૦૨૧-૨૨માં, તેણે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જીસથી ૬૪૫.૬૭ કરોડ રૂપિયાની કમાણી કરી. એ જ રીતે પીએનબીએ ગયા નાણાકીય વર્ષમાં માસિક અને ત્રિમાસિક ધોરણે બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવી ન શકતા ગ્રાહકો પાસેથી રૂ. ૨૩૯.૦૯ કરોડની કમાણી કરી હતી.
જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ગ્રાહકો પાસેથી એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલ કરીને રૂ. ૬૪૫ કરોડથી વધુની કમાણી કરી છે. બેંકે એક આરટીઆઇના જવાબમાં આ માહિતી આપી હતી. આ સિવાય પીએનબીએ મિનિમમ બેલેન્સ મેન્ટેનન્સ ન કરવાના નામે પણ કરોડોની કમાણી કરી હતી. મધ્યપ્રદેશના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે બીજી સૌથી મોટી સરકારી બેંક પાસેથી તેમની માહિતી માંગી હતી. માહિતીના અધિકાર હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં, બેંકે કહ્યું કે ૨૦૨૧-૨૨માં, તેણે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જીસથી ૬૪૫.૬૭ કરોડ રૂપિયાની કમાણી કરી. એ જ રીતે, પીએનબીએ ગયા નાણાકીય વર્ષમાં માસિક અને ત્રિમાસિક ધોરણે બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવી ન શકતા ગ્રાહકો પાસેથી રૂ. ૨૩૯.૦૯ કરોડની કમાણી કરી હતી.
અગાઉ પીએનબીએ ૨૦૨૦-૨૧માં લઘુત્તમ બેલેન્સ ન રાખનારા ગ્રાહકો પાસેથી ૧૭૦ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા.પીએનબીએ જણાવ્યું હતું કે ૨૦૨૧-૨૨માં લઘુત્તમ બેલેન્સ ન રાખવાને કારણે ૮૫,૧૮,૯૫૩ બેંક ખાતાઓમાંથી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ઝીરો બેલેન્સ ખાતાઓની સંખ્યા વિશે પૂછવામાં આવ્યું ત્યારે બેંકે કહ્યું કે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં આવા ખાતાઓની સંખ્યા ૬,૭૬,૩૭,૯૧૮ છે.
જા આપણે છેલ્લા ચાર વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો પીએનબીમાં ઝીરો બેલેન્સ ખાતાની સંખ્યામાં સતત વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંત સુધી એટલે કે ૩૧મી માર્ચ ૨૦૧૯ સુધી પીએનબીમાં આવા ખાતાઓની સંખ્યા ૨,૮૨,૦૩,૩૭૯ હતી. એક વર્ષ પછી એટલે કે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં તેમની સંખ્યા વધીને ૩,૦૫,૮૩,૧૮૪ થઈ ગઈ. એક વર્ષ પછી, તેમની સંખ્યા વધુ વધી અને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં આંકડો ૫,૯૪,૯૬,૭૩૧ પર પહોંચ્યો.