પંજાબ પ્રદેશ ધોષણા સમિતિના ચેરમેન પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું છે કે તે ૧૫ દિવસમાં ધોષણા પત્ર તૈયાર કરી લેશે. તેના માટે બાજવાએ પોતાનું કામ પણ શરૂ કરી દીધુ છે.તેમણે લુધિયાણાના ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી છે આ પહેલા ચંડીગઢ ખાતે કોંગ્રેસ ભવનમાં બાજવાએ પાર્ટીના સોશલ મીડિયા વિંગ દ્વારા તૈયાર કરવામાં આવેલ આવાજ પંજાબ દીની વેબસાઇટને લોન્ચ કરી જેમાં લોકો ધોષણા પત્રને લઇ પોતાનું સુચન આપી શકે છે.
દરમિયાન ધોષણાપત્રને લઇ બાજપાએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજાત સિંહ સિધ્ધુની સાથે પણ બેઠક કરી બેઠકમાં બાજવાએ સિધ્ધુને ચુંટણી ધોષણા પત્રમાં સામેલ કરવા માટે તેમના સુચનો માંગ્યા અને રાજનીતિક સ્થિતિને લઇને ચર્ચા કરી હતી.
આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીત કરતા બાજવાએ કહ્યું કે તેમનો પ્રયાસ હશે કે ૧૫ દિવસોમાં ધોષણા પત્રને તૈયાર કરી લેવામાં આવે આ વખતે ધોષણા પત્રમાં એજ વચનો કરવામાં આવશે જે પુરા કરી શકાય.
બાજવાએ માન્યુ કે ૨૦૧૭માં ખુબ વચનો આપવામાં આવ્યા જે સંભવ ન હતાં પરંતુ આ વખતે લાબો ગ્રંથ નહીં પરંતુ તે વચનોને સામેલ કરશે જેને ૧૦૦ ટકા પુરા કરી શકાય.તેમણે એ પણ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ સિધ્ધુ પાસેથી આવનારા સુચનો પર વિશેષ મહત્વ આપવામાં આવશે ચુંટણી ધોષણા પત્ર તૈયાર કરવા માટે તે પંજાબના દરેક વર્ગથી મુલાકાત કરશે.તેના માટે તે એક બે દિવસોમાં જ પોતાની ટીમની રચના કરી લેશે તે પણ ખુબ ટુંકી હશે તેમાં માત્ર ત્રણ લોકો જ હશે
આ પ્રસંગ પર કોંગ્રેસના સોશલ મીડિયા વિંગના રાષ્ટ્રીય ચેરમેન રોહન ગુપ્તાએ ધોષણા પત્રને પ્રતિજ્ઞા પત્ર બતાવતા કહ્યું કે સોશલ મીડિયા દ્વારા પંજાબનો કોઇ પણ વ્યક્તિ પોતાનું સુચન આપી શકે છે.તેના માટે તે વેબસાઇટ પર પણ પોતાના સુચન આપી શકે છે. અને તેના માટે એક ટોલ ફ્રી નંબર પણ જારી કરવામાં આવશે જયારે બાજવાને પુછવામાં આવ્યું કે ૨૦૧૭ના પવિત્ર પત્રમાં ધેર ધેર રોજગારી,કિસાનોના દેવા માફ,૨૫૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થુ જેવા અનેક વચનો આપવામાં આવ્યા હતાં તેના જવાબમાં બાજવાએ કહ્યું કે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચિન્ની વાચનોને પુરા કરવામાં લાગ્યા છે તે સારૂ કામ કરી રહ્યાં છે સરકારની પાસે હજુ પણ સમય છે.
કેપ્ટન દ્વારા ચન્નીને નાઇટ વોચમેન બતાવવાના સંબંધમાં બાજવાએ કહ્યું તે તેનો અર્થ કેપ્ટને માની લીધુ છે કે પંજાબમાં બીજીવાર કોંગ્રેસની સરકાર આવી રહી છે કારણ કે નાઇટ વોટમેન તો દિવસે નિકળી આગામી દિવસની રમતની ઇનિગ્સ શરૂ કરવા માટે જ આવે છે.