ભાજપથી સંભવિત ગઠબંધનનો હિસ્સો બનનાર અકાલી દળ સંયુકતના અધ્યક્ષ અને રાજયસભાના સભ્ય સુખદેવ સિંહ ઢીંઢસાએ ભાજપ હાઇકમાન્ડ અને મોદી સરકારની સમક્ષ પંજાબની ત્રણ મુખ્ય માંગો (શિખ કેદીઓની મુક્તિ,પંજાબને ચંડીગઢ આપવું અને આર્થિક પેકેજ) રાખી છે.ઢીઢસાએ કહ્યું કે ભાજપ સાથે ગઠબંધનને લઇ અંતિમ નિર્ણય થયો નથી તાકિદે જ આ સંબંધમાં પાર્ટી નેતા નિર્ણય લેશે.તેમણે કહ્યું કે પંજાબના ગંભીર મુદ્દાને ઉઠાવી તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરવો તેમની નૈતિક જવાબદારી છે.

પંજાબમાં પોતાની રાજનીતિ પકકડ મજબુત કરવા માટે ભાજપ પંજાબીઓની દુખતી નશ પર હાથ રાખી શકે છે.પંજાબીઓની ગંભીર મુશ્કેલીઓની માહિતી લઇ મોદી સરકાર,આચાર સંહિતા લાગુ થયા પહેલા આ સંબંધમાં મોટો નિર્ણય લઇ શકે છે. પંજાબની વિધાનસભા ચુંટણીને લઇ પાર્ટીની ગંભીરતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે તમામ વિધાનસભા બેઠકો પર પાર્ટીએ પ્રભારી નિયુક્ત કર્યા છે.નિયુકત પ્રભારીઓને પોતાની ફરજ સંભાળી લોકોના મત જાણવાનું કહેવામાં આવ્યું છે.

પંજાબ ભાજપ પણ કેન્દ્રીય સંગઠનની સમક્ષ મહત્વપૂર્ણ માંગો રાખી તેની પૂર્તિ માટે મોદી સરકારને વિનંતી કરી રહી છે.ભાજપના પ્રદેશ કારોબારીના સભ્ય વિનોદ ગુપ્તાએ કહ્યું કે પંજાબના વ્યાપારીઓ અને કિસાનોના દેવાનો મુદ્દો કેન્દ્રીય સંગઠનની સમક્ષ ઉઠાવીને  આગ્રહ કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી તેનું સમાધાન કરાવવામાં આવે આ ઉપરાંત મંડી ગોવિંબદગઢ અને લુધિયાણાના વ્યાપારીઓની મુશ્કેલીઓની માહિતી કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને મીનાક્ષી લેખીએ લીધી છે. આશા છે કે મોદી સરકાર આ સંદર્ભમાં તાકિદે કોઇ નિર્ણય લેશે