૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબનું રાજકારણ ફરી ગરમ થઈ શકે છે. કારણ સ્પષ્ટ થઈ ગયું છે. દિલ્હી બોર્ડર પર એક વર્ષ સુધી ચાલેલા આંદોલન બાદ પરત ફરેલા ખેડૂત સંગઠનોએ હવે ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. આ અંગે ચંદીગઢમાં ખેડૂત આગેવાનો ટુંક સમયમાં જ જાહેરાત કરશે. એવું કહેવાય છે કે, પંજાબના ૩૨ ખેડૂતો આંદોલનમાં યુનાઇટેડ કિસાન મોરચાનો ભાગ બન્યા હતા. જેમાંથી ૨૫ સંગઠનો ચૂંટણી લડવા માટે સંમતિ આપી દીધી છે. અન્ય સંગઠનો પણ તેમને આડકતરી રીતે મદદ કરશે.સૌથી મહત્વની વાત એ છે કે, આ ચૂંટણીમાં સ્ટેમિના સાથે ઉતરવાની તૈયારી ચાલી રહી છે. આ માટે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવામાં આવશે. સૂત્રોનું માનીએ તો, રાજ્યમાં ખેડૂત સંગઠનો ૩૦ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત જ્યારે સરકાર બનશે, ત્યારે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી રહી છે. રાજ્યમાં કુલ ૧૧૭ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.પંજાબ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ હજુ સુધી સીએમ ચહેરાની જાહેરાત કરી નથી. જા કે કેજરીવાલે કહ્યું હતું કે, તેઓ પહેલા સીએમનો ચહેરો બહાર લાવશે. ખેડૂત સંગઠનના સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબના દિગ્ગજ ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલ છછઁ તરફથી સીએમ ચહેરો બની શકે છે. તે આમ આદમી પાર્ટીની ટિકિટ પર પણ ચૂંટણી લડી શકે છે. માનવામાં આવે છે કે, તે ખન્નાથી ચૂંટણી લડશે. કારણ કે રાજેવાલના પંજાબના નવા સીએમનાપોસ્ટર ખન્નામાં લગાવવામાં આવ્યા છે. જા કે રાજેવાલ અત્યાર સુધી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી રહ્યા છે.પંજાબના ખેડૂત સંગઠનોની મોટી ચિંતા હરિયાણાના ખેડૂત નેતા ગુરનામ ચઢૂની છે, જેમણે તાજેતરમાં પંજાબમાં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સાથે થોડા દિવસો પહેલા ચંદીગઢમાં સંયુક્ત સંઘર્ષ પાર્ટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ચધુનીએ તેને મિશન પંજાબ નામ આપ્યું છે. જા ચધુની પંજાબની રાજનીતિમાં સક્રિય થઈને વાતાવરણ બનાવે છે તો ખેડૂતોના આંદોલનની સહાનુભૂતિનો તેમને મોટો ફાયદો મળી શકે છે. તેઓને પંજાબના અન્ય ખેડૂત સંગઠનો જાઈતા નથી, તેથી રાજ્યના ખેડૂત સંગઠનોએ જાતે જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે.લુધિયાણાના મુલ્લાપુરમાં ખેડૂત સંગઠનોની બેઠક યોજાઈ હતી. જેમાં પંજાબના ૭ ખેડૂત સંગઠનો, કીર્તિ કિસાન યુનિયન, ક્રાંતિકારી કિસાન યુનિયન, બીકેયુ-ક્રાંતિકારી, દોઆબા સંઘર્ષ સમિતિ, બીકેયુ સિદ્ધુપુર, કિસાન સંઘર્ષ સમિતિ, જય કિસાન આંદોલને ચૂંટણી લડવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણી નહીં લડે, પરંતુ વિસ્તારમાં તેમને સહકાર આપી શકે છે. આ સાત સંગઠનોએ અન્ય ખેડૂત સંગઠનોને પણ કહ્યું છે કે યુનાઈટેડ કિસાન મોરચાના બેનરો અને પોસ્ટરોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ ન કરવો જાઈએ.સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, લગભગ એક ડઝન યુનિયન આપ સાથે જાડાણની તરફેણમાં હતા. ખેડૂત આગેવાનોએ કહ્યું કે રાજ્યમાં હજુ સુધી આપને સત્તામાં આવવાની તક મળી નથી અને આંદોલન દરમિયાન ખેડૂતોને આપ નેતાઓનું સમર્થન પણ મળ્યું છે. આ કારણથી ચૂંટણીમાં તેમની સાથે ગઠબંધન કરવામાં કોઈ ખચકાટ નથી. જણાવી દઈએ કે, સંગઠનના નેતાઓ બલબીર સિંહ રાજેવાલ અને હરમીત સિંહ કડિયાન આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે, તેવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી. જાકે, બંનેએ આ અટકળોને નકારી કાઢી છે.