પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ પંજાબમાં મોટી સંખ્યામાં આતંકી હુમલાઓ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. ખાસ કરીને આરએસએસની શાખાઓ અને હિન્દૂ નેતાઓને નિશાન બનાવવામાં આવી શકે છે. તેને લઈને આઈબીએ પંજાબ સરકારને એલર્ટ આપ્યું છે.આઇબીના એલર્ટ બાદ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ડેપ્યુટી સીએમ સુખજીન્દર સિંહ રંધાવાએ તમામ અધિકારીઓને પેટ્રોલિંગ વધારવા અને ત્રીજા ભાગમાં અધિકારીઓને નાઈટ પેટ્રોલિગ કરવા આદેશ આપ્યા છે.
તાજેતરમાં ૨૧ નવેમ્બરના રોજ મોડી રાતે પઠાનકોટમાં સેનાના કેમ્પ પાસે બાઈક પર આવેલા અજ્ઞાત શખ્સોએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો હતો. જાકે, આ હુમલામાં કોઈ ઘાયલ નહોતું થયું. આ હુમલા પાછળ આઇએસઆઇનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ૧૫ ઓગસ્ટ બાદ અત્યાર સુધીમાં ૨૫થી વધુ વખત પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં દાખલ થઇ ચુક્યા છે. હથિયારો, હેરોઇન અને ટિફિન બોમ મોકલવામાં આવી રહ્યા છે. અત્યારસુધીમાં ૧૧ જેટલા ટિફિન બોમ મળી આવ્યા છે.
આઇએસઆઇ પંજાબમાં સતત હથિયારો અને દારૂગોળો મોકલી રહ્યું છે. તાજેતરમાં જ અજનલાની ઘટનાના તાર પણ આતંકીઓ સાથે જાડાયેલા હોવાનું સામે આવ્યું છે. અજનલાના શર્મા ફિલિંગ સ્ટેશન પર બ્લાસ્ટની ઘટના બાદ પોલીસે નજીકના એક ગામના ચાર યુવકોની ધરપકડ કરી હતી જેમાં રૂબલ અને વિક્કી બંને કાસીમ ઔરવ પાકિસ્તાન સ્થિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનના ચીફ ભાઈ લખબીર સિંહ રોડેના સંપર્કમાં હતા.
ત્રણ દિવસ પહેલા જીરા વિધાનસભા વિસ્તારના ગામ સેખવાના ખેતર માંથી એક ટિફિનમાં હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો.આઇબીના સૂત્રો મુજબ પંજાબમાં સરહદ પારથી ટિફિન બોમ અને ગ્રેનેડ આઇએસઆઇ તરફથી મોકલવામાં આવી રહ્યા છે, જેનાથી મોટા પ્રમાણમાં આતંકી હુમલો કરવામાં આવી શકે છે. આઇબી તરફરહી પંજાબના હિન્દૂ નેતાઓ અને આરએસએસની શાખા પર કડક સુરક્ષા રાખવા કહેવામાં આવ્યું છે.