વર્ષ ૨૦૨૨ની શરૂઆતમાં યોજાનાર પંજાબ વિધાનસભા ચુંટણી માટે એક ડઝન મંત્રીઓ સહિત કોંગ્રેસના ત્રણ ડઝનથી વધુ ધારાસભ્યોએ ટિકિટો માટે અરજી કરી નથી જયારે અરજી કરવાની અંતિમ તારીખ ૨૦ ડિસેમ્બર પુરી થઇ ચુકી છે.ટિકિટ માટે અરજી કરવામાં મોટા નેતાઓ પણ રસ દાખવ્યો નથી જા કે ૨૦૧૭ની સરખામણીએ આ વખતે ટિકિટ માંગનારાઓની સંખ્યામાં લગભગ ૫૦ ટકા વધારો થયો છે.તેનું મુખ્ય કારણ કોંગ્રેસ દ્વારા ટિકિટ અરજી પર કોઇ પણ શુલ્ક લેવામાં આવતું નથી

વર્ષ ૨૦૭માં કોંગ્રેસથી ટિકિટ માંગનારાઓની સંખ્યા ૧૦૫૦ની નજીક હતી જયારે આ વખતે સંખ્યા વધી ૧૬૨૦ સુધી પહોંચી છે.મહત્વની વાત એ છે કે ટિકિટની અરજી માટે કોઇ શુલ્ક ન હોવાના કારણે એક જ પરિવારના અનેક લોકોએ અરજી કરી છે.ટિકિટ માટે રાજયના માત્ર આઠથી નવ મંત્રીઓ જ અરજી કરી છે જેમાં કેબિનેટ મંત્રી ભારત ભૂષણ આશૂ,રાણા ગુરજીત સિંહ રજિયા સુલ્તાના દુરકીરત કોટલી મનપ્રીત બાદલ પરગટ સિંહ વગેરે સામેલ છે આ રીતે જ લગભગ ૩૦ ધારાસભ્યોએ જ ટિકિટ માટે અરજી કરી છે.પંજાબમાં કોંગ્રેસના ૭૮ ધારાસભ્યો રહી ગયા છે બે ધારાસભ્ય જયારે કેપ્ટન અમરિંદર સિંહ અને રાણા ગુરમીત સિંહ સોઢી કોંગ્રેસ પાર્ટી છોડી ચુકયા છે. જુની રીતિ અનુસાર કોંગ્રેસ આ વખતે પણ ટિકિટ માટે અરજી માંગી હતી જાકે આ વખતે અરજી શુલ્ક લેવામાં આવ્યું ન હતું ૨૦૧૭માં અરજી શુલ્ક તરીકે ૧૦,૦૦૦ રૂપિયા લેવામાં આવતા હતાં.

કોંગ્રેસના સુત્રો જણાવે છે કે અરજી શુલ્ક ન હોવાને કારણે આ વખતે લોકોમાં અરજી કરવાની દોડ વધુ હતી કારણ કે ગત વખતે અરજી માટે કોંગ્રેસે પોતાના વિધાનસભા ક્ષેત્રના બે બે મતદારોથી સહી પણ કરાવી હતી આ વખતે કોંગ્રેસે આવી શરતોને હટાવી દીધી છે. જેને કારણે પણ પોતાના નામ ઉમેદવારોની યાદીમાં સામેલ કરવા માટે લોકોમાં વધુ દોડ મચી રહી જયારે મોટી સંખ્યામાં ધારાસભ્યો દ્વારા ટિકિટ માટે અરજી નહીં કરવી પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.