ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પંજાબ ભાજપના કાર્યકારી અધ્યક્ષ અને પઠાણકોટના ધારાસભ્ય અશ્વીની શર્મા પાસેથી પંજાબમાં પૂરની સ્થિતિ વિશે માહિતી લીધી. નડ્ડાએ સ્પષ્ટ કર્યું કે કેન્દ્ર સરકાર સંકટની ઘડીમાં પંજાબને એકલો નહીં છોડે. તેઓ પોતે કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. નડ્ડાએ પંજાબને મદદનું વચન આપ્યું છે.
તેમણે પાર્ટીના રાજ્ય અધિકારીઓ સાથે વાત કરી અને પૂર પીડિતોને મદદ કરવા માટે રણનીતિ બનાવવા પર ભાર મૂક્્યો. અશ્વીની શર્માએ નડ્ડાને જણાવ્યું કે ભાજપના કાર્યકરો મેદાનમાં ઉતરી રહ્યા છે અને પૂર પીડિતોને ખોરાક, કપડાં, દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત, કાર્યકરો લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં પણ રોકાયેલા છે.
રાષ્ટ્રીય અધ્યક્ષે રાજ્યના તમામ કાર્યકરોને પોતપોતાના વિસ્તારોમાં લોકોને મદદ કરવા માટે પૂરા દિલથી કામ કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે પૂરનો સામનો કરી રહેલા લોકોને દવાઓ, ખોરાક, કપડાં અને સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું એ પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. ભાજપના કાર્યકરો હંમેશા પૂર પીડિતોને મદદ કરવા તૈયાર રહેશે.
પંજાબમાં આવેલા ભયાનક પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે રાજ્યના તમામ આઇપીએસ અધિકારીઓએ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ભંડોળમાં ફાળો આપવાનો મોટો નિર્ણય લીધો છે. અધિકારીઓ મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એક દિવસનો પગાર ફાળો આપશે. ડીજીપી પંજાબ ગૌરવ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે રાહત અને પુનર્વસન કાર્યને મજબૂત બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે, આ મુશ્કેલ સમયમાં લોકોની સાથે ઉભા રહેવું એ આપણી ફરજ છે. પોલીસ માત્ર સુરક્ષા વ્યવસ્થા જ સુનિશ્ચિત કરી રહી નથી, પરંતુ અસરગ્રસ્ત લોકોની તકલીફ ઘટાડવા માટે તમામ શક્્ય મદદ પણ પૂરી પાડશે.





































