દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. વિવિધ રાજ્યોમાં ફરીથી ઘાતક મહામારીનો ભરડો વધ્યો છે. ત્યારે આ વચ્ચે પંજાબમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં પંજાબ રાજ્યની પટિયાલાની નેશનલ લો યુનિવર્સિટીમાં ૬૦ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ સામે આવતા તંત્રમાં ખળભાટ મચ્યો છે.
યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વહીવટીતંત્રે વિદ્યાર્થીઓને ૧૦ મે સુધીમાં હોસ્ટેલ ખાલી કરવા જણાવ્યું છે, જેથી ચેપને વધુ ફેલાતો અટકાવી શકાય. જે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે તેઓમાં હળવા લક્ષણો છે, ત્યારબાદ તેમને અલગ બ્લોકમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ યુનિવર્સિટીમાં છેલ્લા ચાર દિવસમાં આ કોરોના કેસ સામે આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ યુનિવર્સિટીની મુલાકાત લઈને પરિÂસ્થતિની માહિતી મેળવી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં સંક્રમણના કેસ વધી શકે છે.
નોંધનીય છે કે ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ઘણા રાજ્યોમાં કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોઝિટિવ જાવા મળ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૩,૨૭૫ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૫૫ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.