(એ.આર.એલ),ચંડીગઢ,તા.૩
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પેરિસ ઓલિમ્પકમાં જવાની મંજૂરી મળી નથી. કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. વિદેશ મંત્રાલયે સીએમને પેરિસ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયને મોડી સાંજે પેરિસ જવાની પરવાનગી ન મળવાની માહિતી મળી છે.પંજાબના સીએમ માન ઓલિમ્પકમાં ભાગ લઈ રહેલી ભારતીય હોકી ટીમનું મનોબળ વધારવા પેરિસ જવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર માનને સુરક્ષાના કારણોસર પેરિસ ઓલિમ્પકમાં ભાગ લેવાની પરવાનગી નકારી દેવામાં આવી છે. ભગવંત માન આજે પેરિસ જવા રવાના થવાના હતા.સીએમ ભગવંત માને પણ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પેરિસ ઓલિમ્પકમાં ભારતીય હોકી ટીમની જીત પર ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. માને લખ્યું, ‘ઓલિમ્પકના ઈતિહાસમાં ભારતીય હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને ૫૨ વર્ષ બાદ હરાવ્યું છે. ૩-૨ની આ જીતમાં ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે બે મહત્વના ગોલ કર્યા અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા બદલ સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ.તમને જણાવી દઈએ કે હોકીમાં પંજાબના ખેલાડીઓની સંખ્યા વધુ હોવાના કારણે માન વ્યક્તગત રીતે પોતાનું સમર્થન બતાવવા પેરિસ જવા ઉત્સુક હતા. કેન્દ્રએ મુખ્યમંત્રીની સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રાલયનો આ નિર્ણય આંતરરાષ્ટય પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા કડક સુરક્ષા પગલાંને દર્શાવે છે. આ કારણે તેને આખરે મુસાફરી કરતા અટકાવવામાં આવ્યો છે.