મોરબી તાલુકાના ઝીંઝુડા ગામેથી ૧૨૦ કિલો ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને ઝબ્બે કરાયા બાદ પકડાયેલા આરોપીઓની કબુલાતના આધારે પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના સલાયાથી ઝીંઝુડા પહોંચેલા રૂપિયા ૬૦૦ કરોડના હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો આરોપીઓ પંજાબ મોકલનાર હોવાની કબૂલાત આપતા પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓને ગિરફતમાં લેવાયા હોવાનું ATSના સૂત્રો જણાવી રહ્યા છે. વિગતવાર જાઇએ કે મોરબી ૬૦૦ કરોડના ડ્રગ્સ કાંડમાં ડ્રગ્સના ધંધાર્થીઓ ઝીંઝુડા સુધી કેવી રીતે પહોંચ્યા.
મૂળ બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના ઝીંઝુડા ગામે રહેતા સમસુદીન હુસેનમીયાં સૈયદના ઘરે ATSની ટીમે દરોડો પાડ્યો હતો. ત્યારે તેના ઘરની અંદરથી જામનગર જિલ્લાના જાડીયાનો મુખ્તારહુસેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ અને તેની સાથે સલાયાનો રહેવાસી ગુલામ હુસેન ઉમર ભગાડ મળી આવ્યો હતો. ત્યારે આ શખ્સો કે જે ડ્રગ્સના ધંધા સાથે સંડોવાયેલા છે તેના સંપર્કમાં સમસુદીન હુસેનમીયા સૈયદ કેવી રીતે આવ્યો તે સવાલ ઉભો થયો હતો. ત્યારે એવી ચોંકાવનારી માહિતી સામે આવી છે કે, સમસુદીન હુસેનમીયાં સૈયદની પત્ની જાડીયાની છે અને તેને મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવે બહેન બનાવી છે. જેથી કરીને તે સમસુદીનના ઘેર આવતો જતો હતો અને તેના સંપર્કમાં હતો. જેથી કરીને તેને વિશ્વાસમાં લઇને ત્યાં ડ્રગ્સ ઉતારવામાં આવ્યું હતુ.
ઝીંઝુડા ગામે રહેતા સમસુદીન હુસેનમીયાં સૈયદના ઘરે એટીએસની ટીમે દરોડો પાડીને ૧૧૮ કિલો ડ્રગ્સ પકડ્યું છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, સમસુદીનનો આમાં રોલ શું છે? ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નૂર મોહમ્મદ રાવે કોથળા તેના ઘેર મોકલાવ્યા હતા તે કોથળામાં શું છે? તે ઘરધણી સમસુદીન હુસેનમીયાં સૈયદ જાણતો ન હતો તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જાકે, ATSની તપાસમાં હજુ વધુ ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.
દેવભૂમિ દ્વારકાના સલાયાથી ઝીંઝુડા પહોંચેલા રૂપિયા ૬૦૦ કરોડના હેરોઇન ડ્રગ્સનો આ જથ્થો આરોપીઓ પંજાબ મોકલનાર હોવાની કબૂલાત આપતા પંજાબના પાંચ ડ્રગ્સ માફિયાઓને ગિરફતમાં લેવાયા હોવાનું ATSના સૂત્રો જણાવી રહ્યા છે.
પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા પહોંચેલા ૧૧૮ કિલોગ્રામ હેરોઇનનું કન્સાઇનમેન્ટ મોરબીના ઝીઝુંડા ગામમાં રહેતા સમસુદ્દીન હુસેનમિયા સૈયદના ઘરે પહોંચ્યા બાદ ATS ટીમે ૬૦૦ કરોડના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે અને
આ ત્રણેય આરોપીઓ ૧૨ દિવસના રિમાન્ડ ઉપર સોપાતા અનેક નવા નવા રહસ્યો ઉજાગર થઈ રહ્યા છે. વધુમાં આરોપીઓ ૫૯૩ કરોડનું આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.
ડ્રગ્સ આકાઓની કબુલાતને પગલે પોલીસે પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ કર્યા છે. જેમાંથી પાંચ આરોપીને દબોચી લીધા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પાકિસ્તાનથી કરોડનું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મોકલનાર ઝાહીદ બલોચના પિતા બશીર બલોચની પણ ઇન્ડોનેશિયામાં બીજા ૬૦૦ કરોડના હેરોઇન સાથે ઝડપાયો હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેનો ગુજરાતમાં ઉપયોગ થતો નથી, પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠાના રૂટનો ડ્રગ્સની હેરાફેરી માટે ઉપયોગ થઇ રહ્યો છે.