ભુજના માધાપર નજીક આવેલ નળ સર્કલ પાસે બુધવારની સાંજે પોલીસ ને બાતમી મળી હતી કે પંજોબના પ શખ્સો ડ્રગ્સના વેચાણ અર્થે આવી રહ્યા છે ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ ક્રાઇમ બ્રાન્ચના જવાનો સિવિલ ડ્રેસમાં પેટ્રોલીંગ શરૂ કરી હતી.
જે દરમિયાન સંદિગ્ધ કાર નીકળતા તેને અટકાવી હતી પરંતુ તે ઉભી ના રહેતા કાર અને તેના ટાયર ઉપર પાંચ રાઉન્ડ ફાયર કરીને કાર અટકાવી પાંચ પંજોબીને પકડી પાડયા હતા. સમગ્ર કાર્યવાહીમાં ર૫ થી વધુ પોલીસ કર્મચારીઓએ આ કામગીરી સફળ પાર પાડી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ૪૨૦ ગ્રામ હેરોઇન ડ્રગ્સનો જથ્થો જેની બજોર કિંમત અંદાજીત રૂ. ૨.૧૦ કરોડ આંકવામાં આવી છે. વ્યવસાયિક વેંચાણ અર્થે પંજોબથી કચ્છ આવેલા આરોપીઓની બ્રેઝા કારના ચાલક સામેના ડેસ્કબોર્ડમાં છુપાવેલા હેરોઇનના જથ્થાને પોલીસે સઘન પૂછપરછ બાદ શોધી કાઢ્યો હતો. દિલધડક રીતે પાર પડયેલા મિશનમાં એસઓજી અને એલસીબી સ્ટાફના કર્મીઓએ વિવિધ અંતરે સિવિલ ડ્રેસમાં ગોઠવાઈ જઇ મોટી સફળતાં મેળવી હતી.
આ વિશે પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ભુજ નજીકના માધાપર ગામનાં નળ સર્કલ પાસે આંતર રાજ્યની કારમાં ડ્રગ સપ્લાય થવાની ચોક્કસ બાતમીના આધારે એસઆૅજી અને એલસીબીની ટીમ વોચમા ગોઠવાઈ હતી. પકડાયેલા તમામ આરોપીઓ પંજોબના ડ્રગની હેરાફેરી માટે કુખ્યાત તરન તારન વિસ્તારમાં રહેવાસી છે. આરોપી હરપ્રિતસિંઘ જોટે નાસતો-ફરતો આરોપી કુલદીપસિંઘ જી. તરનતારન, પંજોબ પાસેથી ઉપરોક્ત નાર્કોટિકસ હેરોઇનનો જથ્થો ખરીદેલ હતો. ઝડપાયેલા આરોપી પૈકી એક થી બે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.પશ્ચિમ કચ્છ પોલીસને મળેલી બાતમીના આધારે સમગ્ર ઓપરેશન પાર
પાડ્યું છે.પંજોબ થી કચ્છ ડ્રગ્સ વેચાણ અર્થે આવેલા આરોપીઓનું કચ્છ કનેક્શન સહીત વિગતો જોણવા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
પકડાયેલા આરોપીના નામ ઃ (૧) રનજીતસિંઘ જગીરસિંઘ જોટ-શિખ, ઉવ. ૩૦, રહે. મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજોબ,(૨) હરપ્રિતસિંઘ જસવિંદરસિંઘ જોટ-શિખ, ઉવ. ૨૭, રહે. ગામ. ગરયાલા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજોબ,(૩) સરતાજસિંઘ રસપાલસિંઘ જોટ-શિખ, ઉવ. ૪૨, રહે. મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજોબ,(૪) દલેરસિંઘ જોગીન્દરસિંઘ જોટ-શિખ, ઉવ.૪૭, રહે. મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજોબ,(૫)ગુરબેજસિંગ સલવિન્દરસિંગ જોટ-શિખ, ઉવ.૩૪, રહે. મરગીન્દપુરા, તા. પટ્ટી, જી. તરનતારન, પંજોબનો સમાવેશ થાય છે. પકડાયેલ મુદામાલની વિગત જોઇએ તો (૧) માદક પદાર્થ હેરોઇન વજન ૪૨૦ ગ્રામ કિ.રૂ. ૨,૧૦૦,૦૦,૦૦/-,(બે કરોડ દસ લાખ),(૨) મોબાઇલ નંગ ૬, કિ.રૂ.૨૭,૦૦૦/-,(૩) રોકડા રૂ. ૨૨૦૦/-,(૪) બ્રેઝા કાર રૂ. ૫,૦૦,૦૦૦/- કુલ કિં.રૂ. ૨,૧૫,૨૯,૨૦૦/-નો સમાવેશ થાય છે.