પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.મહિસાગર,દાહોદ તેમજ પંચમહાલ જિલ્લાના લાખો પશુપાલકોની આજીવિકાનો આધાર એવી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ડિરેક્ટર બોર્ડની ચૂંટણી ૨૦ સપ્ટેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આ સાથેજ અત્યાર સુધીમાં કુલ ૩૧ ઉમેદવારીપત્રો ભરાયા છે.જેમાં ડેરીના વર્તમાન ચેરમેન અને અનિયદ જૂથના શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પણ ઉમેદવારીપત્ર ભર્યુ છે.
આપને જણાવી દઈએ ચૂંટણી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી કોણ બાજી મારશે તે ખબર પડશે.જોકે, ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ એટલે કે ૧૦ સપ્ટેમ્બર પછી જ વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાશે. વર્તમાન પરિસ્થિતિ જોતાં, ડેરીની બધી બેઠકો પર બિનહરીફ ચૂંટણી થવાની શક્યતા છે.
જેઠાભાઈ ભરવાડના નેતૃત્વમાં વર્તમાન ડિરેક્ટર બોર્ડે કોઈપણ વિવાદ વિના સફળતાપૂર્વક પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે. તેથી, સભ્યોના હિતમાં અને ડેરીમાં સુશાસન માટે લેવામાં આવેલા નિર્ણયોથી ચૂંટણીમાં સર્વસંમતિ થવાની શક્યતો મજબૂત બની છે. પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના હજારો પશુપાલકો માટે આ ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે. ડેરીનું નવું સંચાલન મંડળ પશુપાલકો અને ડેરીના હિતમાં શું નિર્ણય લે છે તે જોવાનું રહે છે.










































