પંચમહાલમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. યાત્રાધામ પાવાગઢના ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે વરસતા વરસાદમાં પાવાગઢ પર્વતને માણવાનો એક અલગ જ લહાવો લોકોને મળ્યા છે. ડુંગરના પગથિયાઓ ઉપરથી વરસાદી પાણીની વહેતી ધારાઓ ઘણી જ સુંદર લાગે છે. ત્યારે આ અંગેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો છે. જાકે બીજી બાજુ આ ધોધમાર વરસાદને કારણે રોપ વે બંધ કરવાની ફરજ પડી હતી. તે છતાં ભક્તો વરસતા વરસાદમાં પણ માના દર્શન માટે પગથિયા ચઢીને જતા જાવા મળ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસુ શરૂ થતાં જ મનમોહક દ્રશ્યો સર્જાયા છે. શુક્રવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. જયારે વરસાદના પગલે પાણી પગથિયા ઉપર પડતાં યાત્રિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
પાવાગઢમાં ધોધમાર વરસાદને કારણે મંદિરના પગથિયા પરથી ભારે પાણીનો પ્રવાહ વહેતો થતા યાત્રાળુઓને ચડવા ઉતરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો.પાવાગઢમાં ધોધમાર વરસાદ થતા પાવાગઢના પગથિયાં પર પાણી વહેતુ થયું પાવાગઢમાં વહેતા પાણીના અદભૂત ધોધના દ્રશ્યો સાથે રમણીય નજારો સર્જાયો હતો. આ અંગેના સુંદર વીડિયો સોશિયલ મીડિયામાં ઘણા જ વાયરલ થયા હતા.
ધોધમાર વરસાદને લઈ પગથિયાં પરથી નીચે તરફ ભારે વેગથી પાણી વહેતા ડુંગર પર ચડતા દર્શનાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતોદર્શને આવેલા માઈ ભક્તો પગથિયાં અને ડુંગર પરથી વહેતા ધોધ નો આલ્હાદક નજારો જાઈ આનંદિત થયા હતા. દર્શને આવેલા માઈ ભક્તો પગથિયાં અને ડુંગર પરથી વહેતા ધોધ નો આલ્હાદક નજારો જાઈ આનંદિત થયા હતા.