પંચમહાલ હાલ નાં સમય માં લેન્ડ ગ્રેબિંગના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જિલ્લામાં જમીનોને લગતા મુદ્દાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક સમયથી લેન્ડ ગ્રેબિન્ગ સહિત અન્ય કેસો પણ સામે આવ્યા છે ત્યારે જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ નિવૃત એસ.કે.લાંગા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જિલ્લાના તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા ૩૦.૪.૧૭ થી ૮.૦૪.૧૮ ના સમયગાળા દરમિયાન ગોધરાના બોગસ ખેડૂતોને ખેડૂત તરીકે કાયમ રાખી સરકારી કાર્યવાહીથી બચાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ગોધરાના શિલાબેન મંગલાણી, રોહિત લુહાણાં અને ધનવતીબેન ચુનીલાલ ધારશિયાણી દ્વારા હરાજીની જમીન પોતે ખેડૂત હોવાના બોગસ પુરાવા રજૂ કરી મેળવેલ જે બાબતે કલેકટર જાણતાં હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા પિક એન્ડ ચૂસ પદ્ધતિ અપનાવી પોતાની મનસ્વી રીતે ખોટા પરિપત્ર કરી જમીનને સરકાર ખાલસા ન કરે તેમજ સરકારી કાર્યવાહીથી બચાવવા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ખોટું લખાણ કરી બોગસ ખેડૂતોને લાભ થાય તેવી કાર્યવાહી કરી હતી. સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે હાલના અધિક કલેકટર એમડી ચુડાસમા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જમીનોનાં આવા પ્રકારના કેસો જે બહાર આવે ત્યારે અચંબિત થઈ જવાય છે પરંતુ કદાચ સઘન તપાસ હાથ ધરવામાં આવે તો અન્ય આવા કિસ્સાઓ પણ બહાર આવી શકવાની સંભાવના જાવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં જ્યારે સામાન્ય માણસ આ પ્રકારના કિસ્સામાં સંડોવાયેલા હોય તો કડકમાં કડક કાર્યવાહી થાય તેવું જાવા મળ્યું છે પરંતુ તંત્ર સાથે સંકળાયેલા તેમજ જિલ્લા નાં ભૂતપૂર્વ સમાહર્તા ગણાતા એવાં તત્કાલીન જિલ્લા કલેકટર સામે થયેલા આ કિસ્સામાં જાવાનું એ રહ્યું કે કાર્યવાહી નાં અંતે શું થાય છે.