જમ્મુ કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો. જેને લઈને સમગ્ર ભારત સહિત ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત જાવા મળી રહ્યો છે. ઠેર ઠેર કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના વિવિધ શહેરોમાં પણ આતંકી હુમલાને લઈને આક્રોશ જાવા મળ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ છે. ઠેર ઠેર પાકિસ્તાન અને આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન પણ જાવા મળી રહ્યા છે. સાથે જ આતંકવાદ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતે વેપારીઓએ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામે વેપારી મંડળના સહયોગથી તમામ વેપારી દ્વારા સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ કરી અને ૨૬ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે નિર્દોષ લોકોના ભોગ લેનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા કરવામાં આવે અને પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં મોરવા હડફ તાલુકા પંચાયતના અધ્યક્ષ ગોવિંદભાઈ શંકરભાઈ, વેપારી મંડળના પ્રમુખ અમિતભાઈ ગીદવાણી, સરપંચ અશ્વીનભાઈ ડામોર, ડેપ્યુટી સરપંચ વિનુભાઈ, વેપારી અગ્રણી રાજુભાઈ અમરનારી, ચિરાગભાઈ લખારા, ઉપપ્રમુખ વેપારી મંડળ ભરતભાઈ ડબગર તથા અન્ય વેપારી જાડાયા હતા.
હાલોલ ખાતે પણ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાનો સખત વિરોધ જોવા મળ્યો હતો. જેમાં હાલોલ નગર રોડ પર પાકિસ્તાનના ઝંડા દોરવામાં આવ્યા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લખવામાં આવ્યા હતા. જાકે આ રીતે પાકિસ્તાનના ઝંડા કોણે દોર્યો અને નારા કોણે લખ્યા તે જાણી શકાયું નથી. પરંતુ નિર્દોષ લોકોના મોતને લઈને ભારે આક્રોશ આતંકવાદ સામે જાવા મળી રહ્યો છે.