શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમરેલી દ્વારા પંચદશાબ્દી મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે પોથીયાત્રા શહેરના રાજમાર્ગ પર નીકળી હતી. ધામે ધામથી પધારેલ સંતો તેમજ વિશાળ સંખ્યામાં પુરૂષભકતો તેમજ સ્ત્રીભકતો, બાળકો, યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ડીજેના સથવારે સમગ્ર વાતાવરણ પ્રભુમય-ભકિતમય બન્યુ હતું. શોભાયાત્રામાં વિશાળ બાઈક રેલી, શણગારેલ ટ્રેક્ટરો અને અમરેલી મહિલા મંડળ દ્વારા વિવિધ વેશભૂષાઓથી ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિ અને ભકિતભાવના દર્શન થયા હતા. ૫ંચદશાબ્દી કથા પારાયણનાં બીજા દિવસે અમરેલી અંધશાળાનાં બાળકોને આમંત્રિત કરી પ્રભુપ્રસાદનાં ભાગીદાર બનાવ્યા હતા. રાત્રિ કાર્યક્રમમાં સત્સંગસભાનાં વકતા વિવેકસ્વરૂપદાસજી સ્વામીનાં શ્રીમુખે કથામૃત તથા સુપ્રસિધ્ધ કલાકાર દિપક તલસાણીયાનાં કંઠે રાસોત્સવનું આયોજન કરાયું હતું. આ કથા પ્રસંગે સારહિ ગૃપનાં મુકેશભાઈ સંઘાણી પરીવાર, ભગીરથભાઈ ત્રિવેદી, તુષારભાઈ જાષી, સુરેશભાઈ શેખવા, ભ્રમિતસિંહ ચૌહાણ, શૈલેન્દ્રસિંહ ચૌહાણ સહિત હરીભકતો બહોળી સંખ્યામાં
ઉપ સ્થિત રહ્યાં હતા.