પંચદશાબ્દિ મહોત્સવ અવસર ભાવિક ભક્તો દ્વારા ભવ્ય રીતે ઉજવાય રહ્યો છે ત્યારે મહોત્સવ દરમ્યાન સ્વયંસેવકો અને ભાવિક ભક્તો દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘનશ્યામ મહારાજ રાજાપચાર પૂજા અને મહાવિષ્ણુ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવની સાથે સાથે સર્વ રોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને સ્વાસ્થ્ય સંબંધીત સેમિનારો દ્વારા સામાજીક સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત કથા પ્રસંગે ભગવાન શ્રી હરિનો ગાદી પટ્ટાભિષેક, જળયાત્રા જેવા કાર્યક્રમોની ભક્તિવર્ષા થઈ હતી. તેમજ સરધાર નિવાસી નિત્યસ્વરૂપદાસજી સ્વામી દ્વારા ઘરસભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યમાં જાડાયા હતા. આ તકે સંતો, હરિભક્તો અને રાજકીય મહાનુભાવો તેમજ સામાજીક સંસ્થાઓ અને બહેરા-મુંગા શાળાના બાળકો આ મહોત્સવમાં ઉપÂસ્થત રહ્યા હતા.