લોકોને ફેસબુકના માધ્યમથી ન્યૂડ કોલ કર્યા બાદ તેનો ન્યૂડ વીડિયો વાયરલ કરી દેવા અંગે બ્લેકમેઇલ કરી પૈસા પડાવતી ગેંગના હૈદરઅલી નામના એક સભ્યને અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે હરિયાણાથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, લગભગ ૩ માસ પૂર્વે વડીયામાં એક વ્યક્તિને અનુસીંધી નામનું ફેક ફેસબુક આઇડી ધરાવતા વ્યક્તિએ તેમનો ન્યૂડ વીડિયો વાયરલ કરી દેવાની વોટ્‌સએપ મેસેજથી ધમકી આપી તેમજ મોબાઇલ દ્વારા પોલીસની ખોટી ઓળખ બતાવી પૈસાની માંગણી કરતા, જેનાથી કંટાળી તે વ્યક્તિએ આપઘાત કરી લીધો હતો. જે અંગે વડીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી ગેંગના એક સભ્યને હરિયાણાથી દબોચી લીધો છે.