“વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલનું આજે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને ભારતીય નૌકાદળ દ્વારા સફળતાપૂર્વક હવાઈ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણ ઓડિશાના ચાંદીપુરના દરિયાકિનારે ભારતીય નૌકાદળના જહાજથી કરવામાં આવ્યું હતું. “એએનઆઈએ ડીઆરડીઓ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું.
ઇન્ડિયન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનએ ભારતીય નેવીના યુદ્ધ જહાજ પરથી એવી મિસાઈલ છોડી છે જે દુશ્મનના કોઈપણ હવાઈ હુમલાને નષ્ટ કરી શકે છે. તેની ગતિ, ચોકસાઈ અને ફાયરપાવર એટલી ઘાતક છે કે તે રડારમાં પણ પકડતી નથી. આ મિસાઇલનું નામ વર્ટિકલ લોન્ચ-શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ રાખવામાં આવ્યું છે. તે ઓછી ઉંચાઇ પર ઉડતા લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે.
ડીઆરડીઓએ વાતનો ખુલાસો નથી કર્યો કે આ મિસાઇલ કયા યુદ્ધ જહાજમાંથી છોડવામાં આવી હતી. પરંતુ ભારતનું આ સીક્રેટ હથિયાર ખૂબ જ ઘાતક છે. આ મિસાઇલનું પરીક્ષણ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે જેથી ભારતીય યુદ્ધ જહાજોમાંથી બરાક-૧ મિસાઇલોને હટાવી શકાય. સ્વદેશી હથિયારો લગાવી શકાય છે. બરાક-૧ મિસાઇલને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ અને રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે. આ મિસાઈલનું વજન ૯૮ કિલોગ્રામ છે.
ભારતીય નૌસેનાએ હાલ વીએલ-એસઆરએસએએમ મિસાઈલને કોઈ નામ આપ્યું નથી. તેને બરાક-૧ની જગ્યાએ યુદ્ધ જહાજોમાં લગાવવાનું આયોજન છે. આ મિસાઈલનું વજન ૧૫૪ કિલો છે. તેને ડ્ઢઇર્ડ્ઢં અને ભારત ડાયનામિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરવામાં આવી છે. આ મિસાઈલ લગભગ ૧૨.૬ ફૂટ લાંબી છે. તેનો વ્યાસ ૭.૦ ઇંચ છે. તેમાં હાઈ-એક્સપ્લોઝિવ પ્રી-ફ્રેગમેન્ટેડ વોરહેડ લગાવવામાં આવ્યું છે. તે ઓછી ઉંચાઇ પર ઉડતા દુશ્મનના જહાજ અથવા મિસાઇલને તોડી શકે છે.
મિસાઈલની રેન્જ ૨૫થી ૩૦ કિમીની છે. તે વધુમાં વધુ ૧૨ કિલોમીટરની ઉંચાઈ સુધી જઈ શકે છે. તેની ઝડપ બરાક-૧ કરતા બમણી છે. તે મેક ૪.૫ એટલે કે ૫૫૫૬.૬ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે. તેને કોઈપણ યુદ્ધ જહાજમાંથી ફાયર કરી શકાય છે. જો કે ભારતીય નૌસેનાએ આ વાતની પુષ્ટિ નથી કરી કે મિસાઇલનું પરીક્ષણ થઇ રહ્યું છે કે નહીં. પરંતુ આ મિસાઇલ આ વર્ષે તૈનાત કરવામાં આવે તેવી સંભાવના છે.