જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન પેકેજ હેઠળ કાર્યરત ૪ હજારથી વધુ પ્રવાસી કાશ્મીરી કર્મચારીઓના દેખાવ ૫૦ દિવસ પછી પણ જારી છે. પ્રવાસી કાશ્મીરી કર્મચારીઓમાંથી લગભગ ૭૦ ટકા કર્મચારી ખીણ છોડી જમ્મુ આવી ચૂક્યા છે. તે તમામ કાશ્મીરથી બહાર સુરક્ષિત જગ્યાઓ પર પોસ્ટિંગ ઈચ્છે છે. બાકી ખીણમાં પોતાના ટ્રાન્ઝિટ કેમ્પોમાં કેદ છે. આ લોકો હુમલાની આશંકાને લીધે પોતાના ઘરની બહાર નીકળી શકી રહ્યા નથી. આ દરમિયાન તંત્ર સાથે વાતચીત ન થતી હોવાને કારણે કાશ્મીરી પંડિતોએ આંદોલન ઉગ્ર બનાવ્યો છે.
આ લોકો કાયદાના જાણકારોથી સલાહ-સૂચન માગ્યા છે જેથી કોર્ટના માધ્યમથી સુનાવણી થઈ શકે.દેખાવકારોએ અધિકારીઓ સાથે અનેક રાઉન્ટ વાતચીત કરી હતી. એક મહિના પહેલા ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે વાતચીત થઈ હતી. પણ કર્મચારીઓને ભરોસો બેસી રહ્યો નથી. તંત્રએ પીએમ પેકેજના કર્મીઓને એક બઢતી આપવા, જિલ્લા હેડક્વાર્ટરમાં સુરક્ષિત ક્ષેત્રોમાં પોસ્ટિંગ અને પર્યાપ્ત સુરક્ષા કવર જેવા વાયદા કર્યા છે.
તંત્રએ કર્મચારીઓને દૂરદરાજ ક્ષેત્રોમાંથી સુરક્ષિત ક્ષેત્રોમાં બદલી કરી હતી પણ મોટાભાગના કર્મીઓ ફરજ પર પાછા ન ફર્યા. જમ્મુમાં રાહત કમિશનર(પ્રવાસી) કાર્યાલયે ધરણા પર બેસેલા કર્મચારીઓ કહે છે કે માહોલમાં સુધારો થવા સુધી કર્મીઓને જમ્મુના રિલીફ કમિશનર ઓફિસ સાથે જાડવામાં આવે. આ દરમિયાન ૨૯ જૂને આદેશ જારી કરી અમરનાથ યાત્રા સંચાલન માટે ૧૨ કાશ્મીરી પ્રવાસી કર્મચારીઓના સમૂહને કેમ્પ નિર્દેશક પંથા ચોક કાર્યાલયે રિપોર્ટ કરવાનો આદેશ અપાયો હતો.
શાલીમારના સરકારી શિક્ષક રુબન સપ્રૂએ કહ્યું કે મને સ્કૂલમાં ગેરહાજરી બદલ બે શા કાઝ નોટિસ મળી છે. જે દિવસે (૨૪ જૂન) બીજી નોટિસ મળી તે દિવસે સ્કૂલના પ્રિન્સિપાલે મારું રિલીવિંગ લેટર પર જારી કરી દીધો. મારી ટ્રાન્સફર શ્રીનગરના શાલીમારથી રાવલપોરા કરાઈ. મેં આચાર્યને જણાવ્યું કે હું સ્કૂલમાં રિપોર્ટ કરીને રિલીવિંગ લેટર લઈશ. શેખપોરા ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતા વરિષ્ઠ કર્મચારી નેતા અÂશ્વની પંડિતાએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં ડ્યૂટી શરૂ કરવાનો સવાલ જ નથી. અમારા બાળકો પણ સ્કૂલે નથી જઈ રહ્યા. અમે ફક્ત કાશ્મીરની બહાર સુરક્ષિત ક્ષેત્રમાં જવા માગીએ છીએ. બારામુલામાં સેવારત શિક્ષક રાકેશ પંડિતા કહે છે કે જમ્મુના રાહત કમિશનર ઓફિસમાં અટેચ કરવામાં આવે. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના પ્રમુખ સંજય કે.ટિક્કૂએ કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીર અને લદાખ હાઈકોર્ટના ચીફ જસ્ટિસને ઈમેલથી અરજી મોકલી હતી. અમે કાશ્મીરમાંથી ધાર્મિક લઘુમતીઓના ટ્રાન્સ્ફરની માગ કરી છે.