(એ.આર.એલ),નોઈડા,તા.૧
ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર ૮માં ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના વિસ્તારના ફેઝ ૧ તરીકે જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં ત્રણ બાળકોના કરુણ મોત થયા છે. સાથે જ બાળકોના પિતાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પિતાને સારવાર માટે દિલ્હીની સફદરજંગ હોસ્પટલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત નાજુક છે. દરમિયાન, જિલ્લા હોસ્પટલમાં દાખલ બાળકીઓની માતાની સ્થતિ સ્થર છે. આ આગની ઘટના સવારે ૪ વાગ્યે બની હતી. આગની ઘટના સવારે ૪ વાગ્યે બની હતી. ઘાયલોને સારવાર માટે દિલ્હીની હોસ્પટલમાં મોકલવામાં આવ્યા છે.આગ પાછળના વાસ્તવિક કારણમાં ઈ-રીક્ષાની બેટરીના કારણે શોર્ટ સર્કિટ થયું હોવાનું સામે આવ્યું. ઘરમાં ચાજગદરમિયાન ઈ-રિક્ષાની બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.નોઈડા ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર,Îયાસના પિતા બેટરી રિક્ષા ચલાવે છે. રાત્રે બધા ઘરે સૂતા હતા. તેમના પુત્રો પલંગ પર સૂતા હતા. ૧૦ અને ૭ વર્ષની બે છોકરીઓ અને એક પાંચ વર્ષનો છોકરો બેડ પર સૂઈ રહ્યા હતા, જ્યારે માતા-પિતા જમીન પર સૂઈ રહ્યા હતા. ઓરડો નાનો હતો. મૃતક બાળકોના પિતા બેટરી રિક્ષા ચલાવે છે અને રૂમમાં બેટરી ચાર્જ થઈ રહી હતી. બેટરીના કારણે આગની ઘટના બની હોવાની આશંકા છે. હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. જા કે ઘરમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગને તાત્કાલિક કાબૂમાં લેવામાં આવી હતી. અન્યથા આસપાસની ઘણી ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાનું જાખમ વધી જાય છે. આનાથી અન્ય લોકોના જીવન માટે પણ જાખમ વધી જશે. પોલીસે જણાવ્યું હતું કે ઘરનો સમગ્ર સામાન બળીને રાખ થઈ ગયો હતો.