ટીંબીમાં સ્વામી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલમાં ચાલતા તદ્‌ન નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત ખોડલધામ – નેસડી(સાવરકુંડલા) નાં મહંત અને હોસ્પિટલનાં દાતા સંત લવજીબાપુએ ૧૩ મેના રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે ઉપપ્રમુખ બી.એલ.રાજપરા તથા ટ્રસ્ટી લવજીભાઈ નાકરાણીએ નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં “જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને તેઓનું સન્માન કર્યું હતું. તેઓએ હોસ્પિટલનાં બધા જ વિભાગોની મુલાકાત લઈ ચાલતાં સેવાકાર્યથી ખુબ જ પ્રભાવિત થયા હતા. તેઓની સાથે અન્ય સંતો પણ પધાર્યા હતા.