સાવરકુંડલાના નેસડીમાં રહેતા વલ્લભભાઇ કથિરીયાનું ૧૦૦ વર્ષની વયે અવસાન થતા કથિરીયા પરિવાર દ્વારા અનોખી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. પરિવારના મોભીનું અવસાન થતા કથિરીયા પરિવારે બેન્ડ પાર્ટી અને ભજન સાથે સ્મશાન યાત્રા આખા ગામમાં ફેરવી સ્મશાને પહોંચ્યા હતા. સદ્‌ગતે તંદુરસ્ત રીતે ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા કથિરીયા પરિવારે મૃત્યુના અવસરને ગૌરવ અને આનંદમય રીતે માણી અનોખું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.