ગીર સોમનાથ એલસીબીએ નેસડા ગામે એક ટાટા કંપનીનો મીની ટ્રક જેમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હોય જે હેરાફેરી કરવાની ફીરાકમાં હોય જેથી ત્યાં જઇ રેઇડ કરતા ટાટા કંપનીનો ઓપન બોડી ટ્રકમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ ૨૦૫ બોટલો નંગ-૨૪૩૬ તથા બીયર નંગ-૪૮ કિં.રૂ.૯,૭૯,૨૦૦/- તથા મીની ટ્રક કિં.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૩,૭૯,૨૦૦/-સાથે એક ઇસમને પકડી પાડી વધુ પૂછપરછ કરતા આ દારૂ પૈકી અન્ય દારૂનો જથ્થો માનભાઇ ભીખુભાઇ ઉર્ફે ભીખાભાઇ ભાલીયા રહે.વાવરડા તા.ઉના વાળાએ પોતાની વાડીએ આવેલ મકાને રાખેલ છે. આરોપીને સાથે લઇ ત્યાં રેઇડ કરતા ત્યાંથી ઇંગ્લીશ દારૂની પેટીઓ નંગ-૧૮૭ બોટલો નંગ-૧૭૬૪ તથા બીયર નંગ-૯૬૦ કિં.રૂ.૮,૦૧,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ અને માનભાઇ ભીખુભાઇ ઉર્ફે ભખાભાઇ ભાલીયા હાજર મળી આવતા આરોપીઓ જસુભાઇ દડુભાઇ ગોહીલ રહે.સનખડાને ઝડપી પાડ્‌યા હતા.