નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અધિકારીઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી.ઇડીના અધિકારીઓની ત્રણ કલાકની આકરી પૂછપરછ બાદ રાહુલ ગાંધી ઈડી ઓફિસમાંથી જમવા માટે જવા દેવામાં આવ્યા હતાં ભોજન બાદ ઇડીના અધિકારીઓએ ફરી પુછપરછ કરી હતી
ઇડી ઓફિસ જતાં પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ગયા હતા. તેમની સાથે તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસ કાર્યાલય પહોંચી હતી. અહીંથી તેમણે પાર્ટીના અનેક નેતાઓ સાથે પદયાત્રા કાઢી હતી. વાસ્તવમાં રાહુલ ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટરથી થોડે દૂર ચાલીને ઈડી ઓફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને અટકાવ્યા હતા. રાહુલ ગાંધીનો કાફલો લગભગ ૧૧ વાગ્યે ઈડી ઓફિસ પહોંચ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની પૂછપરછ ૩ તબક્કામાં થઈ હતી. ઈડીના અધિકારીઓ પાસે ૫૫ પ્રશ્નોની યાદી તૈયાર કરી હતી.ઇડીના ત્રણ અધિકારીઓએ રાહુલને પૂછેલા પ્રશ્નોની માહિતી સામે આવી છે. યંગ ઈન્ડિયા કંપની અંગે ઈડીએ રાહુલ ગાંધીની પૂછપરછ કરી છે. તપાસ એજન્સીના અધિકારીઓએ રાહુલને પૂછ્યું કે યંગ ઈન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી? રાહુલ ગાંધીને પૂછવામાં આવેલા પ્રશ્નોમાં તેમનું નામ, પરિવાર, સરનામું, કામ, યંગ ઈન્ડિયા કંપની કેવી રીતે અને કોણે બનાવી. સામ પિત્રોડા અને સુમન દુબે સાથે શું સંબંધ છે અને આ કંપની તમારી પાસે કેવી રીતે આવી ? ઈડીના અધિકારીઓએ રાહુલને પૂછ્યું કે યંગ ઈન્ડિયામાં તમારો કેટલો હિસ્સો છે. કંપનીમાં પૈસા ક્યાંથી આવ્યા? યંગ ઈન્ડિયાને પૈસા આપનાર કંપની સાથે શું સંબંધ છે. શું આ કંપની એજેએલને લેવા માટે બનાવવામાં આવી હતી?
આ ઉપરાંત અધિકારીઓએ પૂછ્યું કે કોંગ્રેસ પાર્ટીની ૯૦ કરોડની લોન ૫૦ લાખમાં કેવી રીતે પૂરી થઈ ? એજેએલની કેટલી મિલકત હવે યંગ ઈન્ડિયા પાસે છે અને તેની માલિકી કોની પાસે છે. એજેએલની મિલકતોની સંભાળ કોણ રાખે છે અને તેમાંથી આવતું ભાડું કોને જોય છે.સહિતના પ્રશ્નો ઇડીના અધિકારીઓએ પુછયા હતાં.અધિકારીઓએ રાહૂલને લગભગ ૫૦ સવાલો પુછયા હતાં. રાહુલ ગાંધીના જવાબોમાંથી બની રહેલ સવાલોના કારણે પુછપરછ લાંબી ચાલી હતી.સવારે જયારે રાહુલ ગાંધી ૧૧ વાગે ઇડીની ઓફિસે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તેને મોબાઇલ વગેરેની બાબતે પુછયું તો રાહુલે તેમને કહ્યું કે તમે ચેક કરી લો તમારી ફરજ છે.જો કે રાહુલ ગાંધી પોતાની પાસે મોબાઇલ લાવ્યા ન હતાં તેમના હાથમાં ઇડીના સમનની કોપી જ હતી.ત્યારબાદ રાહુલ ગાંધીને સુરક્ષા કર્મચારીઓ આસિસ્ટેંટ ડાયરેકટર રેંકના તપાસ અધિકારીઓની પાસે લઇ ગયા રસ ્‌તામાં રાહુલ ગાંધીએ સાથે ચાલી રહેલ સુરક્ષા કર્મચારીઓને તેમનું નામ પુછયુ હતું અને એવું પણ પુછયુ હતું કે તમે અહીં કેટલાક દિવસોથી કાર્યરત છો.શું તપાસ માટે આવનાર દરેક વ્યક્તિને આ રીતે તપાસ અધિકારીની પાસે લઇ જવામાં આવે છે જો કે સુરક્ષા કર્મચારી અને ઇડીના કર્મચારીઓ મુસ્કુરાતા રહી ગયા હતાં તેમને પાસે કોઇ જવાબ ન હતો રાહુલ જયારે તપાસ અધિકારીઓના રૂપમાં પહોંચ્યા ત્યારે ત્યાં અધિકારીઓ હાજર ન હતાં પુછવા પર હાજર રહેલ કર્મચારીઓએ કહ્યું કે તમે બેસો સાહેબ આવી રહ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાહુલ અધિકારીની આવવા સુધી ઉભા જ રહ્યાં હતાં અધિકારી જયારે પહોંચ્યા તો તેમણે રાહુલ ગાંધીને બેસવા માટે કહ્યું હતું. માસ્કલ લગાવી આવેલ રાહુલ ગાંધીએ કહ્યું થૈંકસ મને જે પુછવું હોય તે પુછો હું તૈયાર છું. રાહુલ ગાંધીને પાણી આપવામાં આવ્યું હતું અને ચ્હા અને કોફી અંગે પણ પુછવામાં આવ્યું હતું.તેમણે તેની ના પાડી હતી.તેમણે એકવાર પણ પોતાનું માસ્ક હટાવ્યું ન હતું.
એ યાદ રહે કે નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ઈડ્ઢએ રાહુલ ગાંધીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતાં . તપાસ એજન્સીએ અગાઉ રાહુલને ૨ જૂને હાજર થવા માટે કહ્યું હતું, પરંતુ તેણે દેશની બહાર હોવાનું કહીને હાજર થવા માટે બીજી કોઈ તારીખ માટે વિનંતી કરી હતી. તપાસ એજન્સીએ આ જ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ૨૩ જૂને સમન્સ પાઠવ્યા છે. અગાઉ તેમને ૮મી જૂને હાજર થવા નોટિસ આપવામાં આવી હતી. જો કે, કોંગ્રેસ અધ્યક્ષે હાજર થવા માટે વધુ સમય માંગ્યો છે કારણ કે તેણી કોરોના વાયરસથી સંક્રમિત છે અને હજુ સુધી સ્વસ્થ થઈ નથી.